યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના બંને કાંઠાને જોડતા સુદામા સેતુ નવનિર્માણની કામગીરી ટૂંક સમયમાં શરૂૂ કરવામાં આવશે. આ અંગે ખાનગી એજન્સીને વર્ક ઓર્ડ આપી દેવાયો છે અને 14.1 કરોડ રૂૂપિયાના ખર્ચે અંદાજે એક વર્ષમાં કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે.
ઓકટોબર-2022 માં મોરબી પૂલ દુર્ઘટના બાદ રાજ્યભરના કેબલ બેઈઝડ પૂલોની સાથોસાથ દ્વારકાના ગોમતી ઘાટ અને પંચનદ તીર્થને જોડતા શહેરના પ્રમુખ આકર્ષણ સમા સુદામા સેતુ પર પણ યાત્રીકોની અવરજવર નિષેધ કરાયા બાદ અને મરમ્મત કામગીરીમાં લાંબો સમયના વિલંબ બાદ આશરે સવા ત્રણ વર્ષે સુદામા સેતુને પુન: મજબૂતીકરણ કરવાના કામની ટૂંક સમયમાં શરૂૂઆત થનાર છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર કે.એન. પટેલના જણાવ્યાનુસાર આ અંગે ખાનગી એજન્સીને વર્ક ઓર્ડર આપી દેવાયો હોય એજન્સી દ્વારા સાઈટ કલીયરન્સની કામગીરી શરૂૂ કરી દેવાઈ છે જે અંદાજે એક વર્ષના સમયમાં પૂર્ણ કરવામાં આવનાર છે. યાત્રીકોને સુદામા સેતુ વીઝીટનો લુત્ફ ઉઠાવવા હજુ અંદાજિત એકાદ વર્ષ સુધી રાહ જોવી પડશે. કેવો હશે સુદામા સેતુનો નવો લુક?મા.અને મ. વિભાગના કા. ઈજનેર કે.એન. પટેલના જણાવ્યાનુસાર સુદામા સેતુ રી-સ્ટ્રેન્ધનીંગની કામગીરીમાં જૂના એમ.એસ. સ્ટીલને બદલે સ્ટેનલેસ સ્ટીલના કેબલનો ઉપયોગ કરાશે તેમજ બંને તરફના પીલર યથાવત રાખી અન્ય ભાગમાં જર્મન અને ફ્રેન્ચ ટેકનોલોજીનો ઉપયોગ કરી કેબલીંગની કામગીરી કરી પુન: મજબુતીકરણ હાથ ધરાશે.
આ ઉપરાંત બ્રીજમાંના જૂના પાયલોનનું કટીંગ કરી મજબૂતીકરણ કરી બ્રીજ રીસ્ટ્રેન્ધનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ પ્રોજેકટ માટે સરકારે 14.11 કરોડ મંજૂર કર્યા હોય જે પૈકી 9.45 કરોડ રૂૂપિયા યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ બાકી રહેતા અંદાજિત પાંચ કરોડ રૂૂપિયા દ્વારકા દેવસ્થાન સમિતિ દ્વારા ભોગવવામાં આવનાર છે. પી.ડબલ્યુ.ડી. દ્વારા પ્રાઈવેટ કું.ને કામ સોંપાયું હોય ટૂંક સમયમાં સુદામા સેતુ પાસે ક્ધસ્ટ્રકશન મશીનરી ધમધમતી જોવા મળશે. નવો બનનાનો સુદામા સેતુ સંપૂર્ણપણે હાઈટેક અને સુરક્ષિત હશે.
