વિંછીયા તાલુકાના પાટીયાળી ગામે ગઈકાલે યોજાયેલા લગ્નપ્રસંગમાં ફુલેકા દરમિયાન ગેરકાયદે હથિયારથી થયેલા ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. ઘટનામાં એક વ્યક્તિને ગોળી વાગતા હડકંપ મચી ગયો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, જીગ્નેશ પલાળીયા નામના વ્યક્તિએ લગ્નમાં ફુલેકા સમયે ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન અચાનક ગોળી છૂટી જતાં એક વ્યક્તિના પગના ભાગે વાગી અને તે ઘાયલ બન્યો. ઘટનાની જાણ થતાંજ અન્ય હાજર લોકોએ તાત્કાલિક ઘાયલને નજીકની હોસ્પિટલ પહોંચાડ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
વીંછીયા પોલીસ સ્ટેશનમાં ઘટનાની નોંધ કરવામાં આવી છે. પોલીસએ જીગ્નેશ પલાળીયા સામે ઈંઙઈ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને હથિયાર કઈ રીતે મેળવ્યું તેમજ ફાયરિંગ પાછળનું કારણ જાણવા તપાસ શરૂૂ કરી છે.
