શહેરમાં રહેતી સોની પરિણીતાને પતિ સહિતના સાસરીયાએ છેલ્લા તેર માસથી ઘરનો ખર્ચો ન આપી મેણા-ટોણા મારી ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ વિગતો મુજબ, સાધુ વાસવાણી રોડ પર શેરી નં 4માં આવેલા ટોપલેન્ડ રેસીડેન્સી બ્લોક નં કે-49માં રહેતા સીમાબેન ધોળકીયાએ મહિલા પોલીસમાં ઉપલેટાના વજ એપાર્ટમેન્ટ ફલેટ નં 402માં રહેતા પતિ ભાવેશ, સાસુ માયાબેન, દિયર ધીરેન્દ્ર અને નણંદ હિના સહિતના સાસરીયા સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે,વર્ષ 1998માં ભાવેશ સાથે લગ્ન થયા હતા.લગ્ન બાદ સંયુકત કુંટુંબમાં રહેતા હતા.
એક વર્ષ ઘરસંસાર બરોબર ચાલેલ બાદ દિયરના લગ્ન થયા હતા.તેને લગ્નના વર્ષ પછી પુત્રનો જન્મ થયેલ અને મારે લગ્ન બાદ ત્રણ વખત મિસકેજ થઈ જતા જેથી સાસુ મેણા મારતા કે તારે સંતાન નથી.
દિયરના પુત્રના જન્મથી એકાદ માસ બાદ મારે પ્રેગ્નેન્સી રહેલ જેથી તબીયત સારી ન રહેતા સાસુ ઘરનું તમામ કામકાજ કરાવતા હતા.મારે પુત્રીનો જન્મ થયો તો દિયરે કહ્યું કે તારે ઓપરેશનથી દિકરીનો જન્મ થયો છે તો તારા બાપ પાસે પૈસા લઈ આવ્યા હોય તો સારૂૂ અમારે ખર્ચો વધી ગયો છે.
વર્ષ 2013માં પતિ અને દિયરે રાજકોટમાં યુનિ.રોડ પર ભાગીદારીમાં સોનાની દુકાન શરૂૂ કરતા સાસુ-નણંદ અમારા ઘરે રોકાવવા આવી ત્યારે પણ પતિને મારા વિરૂૂધ્ધ ચડામણી કરતી હતી.બાદ વર્ષ 2015માં ભાગલા પડતા પતિના ભાગે ઉપલેટાની દુકાન આવી હતી.બાદ પતિ ત્યાં જતા રહ્યા હતા.અને અમને ઘરખર્ચ મોકલતા પરંતુ છેલ્લા 13 માસથી કોઈપણ ખર્ચ ન મોકલતા નથી આમ ઉપરોકત સાસરીયા એ મેણા મારી ત્રાસ આપ્યો હોવાનું જણાવતા મહિલા પોલીસે ગુનો નોંધતા એએસઆઈ કે.બી.રાઠોડ અને સ્ટાફે તપાસ શરૂૂ કરી છે.
