ચોરવાડમાં સેલેનીટી કોલોનીમાં રહેતા ચેતનાબેન સાવનભાઈ જોરા(ઉ.વ.21) દિવાળીના તહેવારમાં પતિ સાથે રાજકોટ રહેતા તેમના પિતાને ત્યાં વાવડી ખાતે આવેલા મનસુખભાઈ છાપીયા ટાઉનશીપમાં આવ્યા હતા ત્યારે ફ્લેટના મેન્ટેનન્સના પૈસા મામલે ટાઉનશીપના પ્રમુખ કિશોર ટાંક, પ્રશાંત ટાંક, સંજય બારોટ અને પ્રિન્સએ મારામારી કરતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ચેતનાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારા માતા ગીતાબેન અને પિતા લક્ષમણભાઈ ચુડાસમા રાજકોટ ખાતે મનસુખભાઈ છાપીયા ટાઉનશીપ બી/01-701 વાવડી રાજકોટ ખાતે રહે છે અને અને મારા પેટ મા ત્રણ માસનો ગર્ભ છે.ગઈ તા.17/10ના રોજ સાંજના હુ અને પતિ સાવન દીવાળીનો તહેવાર હોવાથી પિતાના ઘરે આવેલ હતા ત્યારે રાત્રિના આશરે અગિયાર વાગ્યાના અરસામા હુ મારા પિતાના ઘરે હોય ત્યારે અ વાજ થતા મે રૂૂમની બહાર નીકળી જોતા આ ટાઉનશીપના બી વીંગના પ્રમુખ કિશોરભાઈ ટાંક અને તેનો પુત્ર પ્રશાંત, સંજયભાઈ બારોટ અને પ્રિન્સ આ ચારેય ત્યા મારા પિતાના ઘરે ફ્લેટના મેન્ટેનન્સના રૂૂપિયા લેવા બાબતે આવેલ હતા તથા અન્ય વીંગના માણસો પણ ત્યા બહાર ઉભા હતા અને આ રૂૂપિયા જમા કરવા બાબતે માતાએ તેઓને આવતી કાલે સવારે આવવા કહેતા તેઓ જતા રહ્યા હતા.
થોડીવાર બાદ ફરીવાર જોર જોર થી અવાજ થતા મે બહાર નીકળી જોતા ચારેય લોકો પિતાને પકડી ઢીકાપાટુનો માર મારતા હોય જેથી હુ તથા મારા પતિ વચ્ચે પડતા તેમા આ કિશોરભાઈના પુત્ર પ્રશાંત એ મારા વાળ પકડી ઝાપટ મારી ધક્કો દઈ મને મારા પેટ પર લાત મારતા હુ નીચે પડતા મારા પતિ સાવન વચ્ચે આવતા તેને આ કિશોરભાઈ તથા તેની સાથેના ત્રણેય એ ઢીકાપાટાનો મૂંઢ માર મારી કહેલ કે તમે આ બાબતમા વચ્ચે પડતા જ નહી બાકી જીવતા નહી રહો આમ કહેતા ત્યાથી નીકળી અમે અહી પોલીસ સ્ટેશન આવેલ અને મને પેટમા મારેલ હોવાથી દુ:ખાવો થતા હુ અને પતિ તેમજ માતા રાજકોટ જનાના હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયેલ હતા અને ત્યાથી વધુ સારવાર માટે મારા પતિના વતન ખાતે જવા નીકળી ગયા હતા.ત્યારબાદ સ્વસ્થ થયા બાદ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
