પેંડા ગેંગના શખ્સોને હથિયાર પુરા પાડવાના ગુનામાં આરોપી સપ્લાયરને જામીન ઉપર મુક્ત કરતી કોર્ટ

શહેરના મંગળા રોડ પર ગત મંગળવારે વહેલી પરોઢીયે થયેલા સામસામે ફાયરીંગની ઘટનામાં ઝડપાયેલા પેંડા ગેંગના શખ્સોને હથિયાર પુરૂૂં પાડવાના ગુનામાં જેલ હવાલે રહેલા સંજયસિંહ ઉર્ફે…

શહેરના મંગળા રોડ પર ગત મંગળવારે વહેલી પરોઢીયે થયેલા સામસામે ફાયરીંગની ઘટનામાં ઝડપાયેલા પેંડા ગેંગના શખ્સોને હથિયાર પુરૂૂં પાડવાના ગુનામાં જેલ હવાલે રહેલા સંજયસિંહ ઉર્ફે ચિન્ટુની જામીન અરજી અદાલતે મંજૂર કરી છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટ શહેરના મંગળા રોડ પર મુર્ગા અને પેંડા ગેંગ વચ્ચે સામસામે થયેલા ગોળીબારની ઘટનામાં ઝડપાયેલા પેંડા ગેંગના સાગરીત જીગ્નેશ ઉર્ફે ભયલો દિનેશ રાબાની પૂછપરછમાં તેને હથિયાર લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા સંજયરાજસિંહ ઉર્ફે ચિન્ટુ પાસેથી લાવ્યાની કબૂલાત આપતા એસઓજીના સ્ટાફે સંજયરાજસિંહ ઉર્ફે ચિન્ટુની અટકાયત કરી તેના કબ્જામાંથી પિસ્તોલ મળી હતી. સંજયસિંહ ઉર્ફે ચિન્ટુની રિમાન્ડ અરજી નામંજૂર કરી જેલ હવાલે કર્યો હતો.

જેલ હવાલે થયા બાદ આરોપીએ પોતાના વકીલ મારફત જામીન અરજી કરેલ હતી. સદરહું જામીન અરજી ચાલી જતાં બન્ને પક્ષોની રજુઆતોને ધ્યાને લઈ કોર્ટે આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજુર કરી હતી.આ કામે આરોપી સંજયરાજસિંહ ઉર્ફે ચીન્ટુ મહેન્દ્રસિંહ ઝાલા તરફે રાજકોટના એડવોકેટ રૂૂપરાજસિંહ પરમાર, અજીતભાઈ પરમાર, હુસૈનભાઈ હેરંજા, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, રવિભાઈ લાલ, જીતભાઈ શાહ,દિપકભાઇ ભાટિયા, અંકિતભાઈ ભટ્ટ, રહિમભાઈ હેરંજા, પ્રેમરાજસિંહ પરમાર રોકાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *