અકસ્માત બાદ કારમાં ફસાયેલ બનેના મૃતદેહોને કાઢવા બચાવ ટીમની મદદ લેવાઇ
જસદણ-ભાડલા રોડ ઉપર ખડવાવડી નજીક ગઈ કાલે બનેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે યુવાનોના મોત થયા હતા. બન્ને યુવાનો કાર લઇને કડિયા કામ માટે ક્નેસરા તરફ જતા હતા ત્યારે કાર વીજ પોલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ખડવાવડીના બન્ને યુવાનોના મોત ઘટના સ્થળે જે મોત થયા હતા. અકસ્માત બાદ બન્ને યુવાનનો મૃતદેહ કારમાં ફસાઈ જતા તેને કાઢવા માટે બચાવ ટીમની મદદ લેવાઈ હતી. ખડવાવડી ગામના સામત માધા મકવાણા અને સંજય પ્રેમજી પલાળીયા બન્ને કાર લઇને ખડવાવડીથી કડિયા કામ માટે કનેસરા તરફ જતા હતા.
ત્યારે ભાડલા રોડ ઉપર ખડવાવડી નજીક અકસ્માત સર્જાયો હતો કાર ચાલક યુવાને સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર વીજપોલ સાથે અથડાઈ હતી આ અક્સ્માત એટલો ગંભીર હતો કે બન્નેના ઘટના સ્થળે જ કરુણ મોત થયા હતા. અકસ્માતમાં કારમાં સવાર બંને યુવાનો કાર નીચે ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકો અને બચાવ ટીમે તેમને બહાર કાઢ્યા હતા. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ, કાર વધુ ઝડપે હોવાને કારણે ચાલકે નિયંત્રણ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. ભાડલા પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.
