શહેરમા 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં વગર લગ્ને પરિણીત પ્રેમી સાથે રહેતી પરિણીત પ્રેમિકાએ પ્રેમીના ત્રાસથી કંટાળી એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર વામ્બે આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી હર્ષાબેન ઉર્ફે વર્ષાબેન અંકિતભાઈ નારોલા ના 28 વર્ષની પરિણીતા 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં સુનિલ ચનાભાઈ ચાવડાના ઘરે હતી ત્યારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં એસિડ પી લીધું હતું હર્ષાબેન ઉર્ફે વર્ષાબેન નારોલાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં હર્ષાબેન ઉર્ફે વર્ષાબેન નારોલાના 10 વર્ષ પૂર્વે લગ્ન થયા છે અને તેણીને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે હર્ષાબેન ઉર્ફે વર્ષાબેન નારોલાને પરિણીત સુનિલ ચાવડા સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. હર્ષાબેન ઉર્ફે વર્ષાબેન નારોલા 9 મહિનાથી તેની સાથે રહેતી હતી પરંતુ સુનિલ ચાવડા માનસિક ત્રાસ આપતો હોવાથી હર્ષાબેન ઉર્ફે વર્ષાબેન નારોલાએ એસિડ પી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
