ફાયરિંગ કરનાર પેંડા ગેંગ સકંજામાં, મરઘા ગેંગની શોધખોળ

મંગળા રોડ ઉપર હોસ્પિટલ બહાર બે ગેંગ વચ્ચે થયેલા ફાયરિંગમાં એક ટોળકી બાબરા પાસેથી ઝડપાઇ , પેંડા ગેંગના પાંચ સભ્યોની સરભરા કરતી ક્રાઇમ બ્રાંચ મંગળા…

મંગળા રોડ ઉપર હોસ્પિટલ બહાર બે ગેંગ વચ્ચે થયેલા ફાયરિંગમાં એક ટોળકી બાબરા પાસેથી ઝડપાઇ , પેંડા ગેંગના પાંચ સભ્યોની સરભરા કરતી ક્રાઇમ બ્રાંચ

મંગળા રોડ પર આવેલ ભાજપના નેતા ડો.અમિત હપાણીની પ્રગતિ હોસ્પિટલ બહાર પેંડા અને જંગલેશ્વરની મરધા ગેંગ વચ્ચે ગેંગ વોર થઇ હતી અને બંને ગેંગે અંધાધુંધ ફાયરિંગ કર્યાની ઘટના બની બની હતી. જેમાં હોસ્પિટલ પાસે ફાયરિંગ કરવામાં આવતા બહાર રહેલી કારને પણ નુકસાન થયું છે, પોલીસની ટીમે સીસીટીવીના આધારે તપાસ કરી છે. એ ડીવીઝનના પીએસઆઈ એસ.એમ. રાણા સરકાર તરફે ફરિયાદી બન્યા અને આ મામલે પેંડા ગેંડના ભયલો ગઢવી,મેટીયો ઝાલા,મોન્ટુ રોજાસરા,હીંમત ઉર્ફે કાળુ લાંગા ગઢવી તેમજ મરઘા ગેંગના સમીર ઉર્ફે સંજલો જાવીદભાઈ જુણેજા,અબ્દુલ્લા ઉર્ફે દુલીયો ભીખુભાઇ ઘાડા,શાહનવાઝ અબ્દુલ્લા ઉર્ફે દુલીયો ભીખુભાઇ ઘાડા,શાહનવાઝના મીત્રો સમીર ઉર્ફે મુરધો,સોહીલ સીંકદરભાઇ ચાનીયા,સોહીલ દીવાન ફકીર,અમન અલ્તાફભાઈ પીપરવાડીયા તથા તપાસમાં ખુલે તમામ સામે હત્યાની કોશિષ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

આ બન્ને ગેંગ ને પકડવા માટે ક્રાઈમ બ્રાંચ, એસઓજી, એલસીબી ઝોન-2 અને એ ડીવીઝન પોલીસની ચાર ટીમો કામે લાગી હતી. જેમાં ક્રાઈમ બ્રાંચની ટીમે આ મામલે પેંડા ગેંડના ભયલો ગઢવી,મેટીયો ઝાલા,મોન્ટુ રોજાસરા,હીંમત ઉર્ફે કાળુ લાંગા ગઢવીને બાબરા પાસેથી ઝડપી લીધા હતા તેમજ પેંડા ગેંગ ને આશરો આપનારને પણ સકંજામ લીધો છે. આ ગેંગવોરમાં સામેલ મરઘા ગેંગના સભ્યોને પકડવા પોલીસની ચાર ટીમો ગુજરાત તેમજ ગુજરાત બહાર તપાસ અર્થે રવાના થઇ છે.

આ મામલે બન્ને ગેંગ માંથી કોઈએ પોલીસ ફરિયાદ નહી નોધાવત એ ડીવીઝનના પીએસઆઈ એસ.એમ.રાણા સરકાર તરફે ફરિયાદી બન્યા હોય અને બન્ને ગેંગના 11 સામે નામ જોગ સહિતના તપાસમાં ખુલે તે તમામ સામે ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, જંગલેશ્વરની નામચીન રમાના પતિને પ્રગતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હોય અને ત્યાં મરધા ગેંગ હાજર હોવાની માહિતી પેંડા ગેંગ ના ભયલા ગઢવીને મળતા હુડકો ચોકડી પાસે કોઠારીયા રોડ ઉપર રહેતા ભયલો ગઢવી,પુનીતનગરના ટાંકા પાસે 150 ફુટ રીંગ રોડ ઉપર રહેતા મેટીયો ઝાલા સાથે મોન્ટુ કોળી,હીંમત ઉર્ફે કાળુ લાંગા (ગઢવી) તેની સફેદ કલરની આઈ-20 અને સ્વીફટ ગાડીમાં વહેલી સવારના 3.30 વાગ્યા આસપાસ સુર્યકાંત હોટેલ બાજુથી નીકળી ટાગોર રોડ તરફ ગઈ હતી અને તેજ ગાડી થોડીવારમાં પરત મંગળા રોડ પર આવી હતી.

પ્રગતી હોસ્પિટલ બહાર જાહેરમાં આડેધડ ફાયરીંગ કરી મોન્ટુએ પોતાના પાસે એક ધોકા વડે યાસ્મીનબેન અલ્લારખાભાઇ જુણેજા તથા હોસ્પીટલ સ્ટાફને જાનથી મારી નાખવાની કોશીષ કરી તેમજ જંગલેશ્વરનો સમીર ઉર્ફે સંજલો જાવીદભાઇ જુણેજા તેની ફોરચ્યુનર કારમાં આવી તેની સાથેનો કોઠારીયા મેઇન રોડ ઉપર નિલમ પાર્ક સોસાયટી ખ્વાજા એપાર્ટમેન્ટમાં રહેતા અબ્દુલ્લા ઉર્ફે દુલીયો ભીખુભાઇ ઘાડા તેમજ શાહનવાઝ અબ્દુલ્લા ઉર્ફે દુલીયો ભીખુભાઇ ઘાડા,શાહનવાઝના મીત્ર સમીર ઉર્ફે મુરધો,સોહીલ સીંકદરભાઇ ચાનીયા તથા સોહીલ દીવાન ફકીર અને અમન અલ્તાફભાઈ પીપરવાડીયાએ સાથે મળી વળતો હુમલો કર્યો હતો જેમાં ભયલાની આઈ 20 કાર ઉપર સમીરે હથીયારથી ફાયરીંગ કર્યું હતું. બન્ને ગેંગે એક બીજાને જાનથી મારી નાખવાના ઇરાદે આડેધડ ફાયરીંગ કરી ડરનો માહોલ ઉભો કરેલ હતો.

રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈસુચનાથી ક્રાઈમ બ્રાંચ એસીપી બી.બી. બસીયા સાથે ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ, એસઓજીના પી.આઈ એસ.એમ. જાડેજા સાથે ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.કે. મોવલીયા, એન.એન. પરમાર,એલસીબી ઝોન-2 ના પીએસઆઈ આર.એચ.ઝાલા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *