મોરબી રોડ અને ગોંડલ રોડ પર બે કારમાંથી 1.12 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

શહેરમાં પોલીસે મોરબી રોડ અને ગોંડલ રોડ પરથી દારૂ ભરેલી બે કાર ઝડપી લીધી હતી. પોલીસે બંને કારમાંથી 1.12 લાખનો દારૂ કબજે કરી કુલ રૂા.11.22…

શહેરમાં પોલીસે મોરબી રોડ અને ગોંડલ રોડ પરથી દારૂ ભરેલી બે કાર ઝડપી લીધી હતી. પોલીસે બંને કારમાંથી 1.12 લાખનો દારૂ કબજે કરી કુલ રૂા.11.22 લાખનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી હતી. જયારે સપ્લાયર તરીકે બે શખ્સોના નામ ખુલતા તેમની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ કે.વી.જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન રાજકોટ મોરબી હાઇવે પર દારૂ ભરેલી કાર આવતી હોવાની ચોક્કસ બાતમીના આધારે રતનપર ગામ પાસેથી કારને ઝડપી લઇ તલાશી લેતા તેમાથી વિદેશી દારૂના ચપલા નંગ 479 કિ.71850 મળી આવતા પોલીસે કાર ચાલક ફૈઝલ યુનુસ ઠાસરીયા રહે. જંગલેશ્ર્વર શેરી નં.15ની ધરપકડ કરી દારૂ અને કાર મળી કુલ રૂા.5.76,850નો મુદ્દામાલ કબજે કરી આરોપીની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો નાણાવટી ચોક પાસે રહેતા સીરાજ રજાક લીંગડીયાએ ભરી આપ્યો હોવાનુ ખુલતા પોલીસે બંને વિરૂધ્ધ ગુનો નોંધી સીરાજની શોધખોળ હાથ ધરી છે.

જયારે બીજા દરોડામાં ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન રાજકોટ ગોંડલ હાઇવે પર શાપર વેરાવળ તરફથી આવતી કારમાં દારૂનો જથ્થો ભરેલો હોવાની બાતમીના આધારે પોલીસે ગોંડલ ચોકડી નજીક તુલીપ પાર્ટી પ્લોટ પાસે વોચ ગોઠવી બાતમી મુજબની કાર નીકળતા તેને અટકાવી તેની તલાસી લેતા કારની ઠેકી માથી વિદેશી દારૂના ચપલા નંગ 240 કિ.રૂા.40800 મળી આવતા પોલીસે કાર ચાલક જિતેન્દ્ર ઉર્ફે જીગો પોપટભાઇ ભરડા રહે. ગોંડલ રોડને ઝડપી લઇ દારૂ અને કાર મળી કુલ રૂા.5,45,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીની પૂછપરછમાં આ દારૂનો જથ્થો રીબડા ચોકડી પાસેથી જૂનાગઢના મીતેષ ઉર્ફે ભોલો ભરતભાઇ કાચા પાસેથી લઇ આવ્યો હોવાનુ ખુલતા પોલીસે બંને વિરૂધ્ધ ગુનો નોંધી જૂનાગઢના શખ્સને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *