સુત્રાપાડા તાલુકામા છેલ્લા દીવસ કમોશમી વરસાદ છે ગઇકાલે પાંચ ઇંચ જેટલો વરસાદ પડેલ હતો અને ગઇ રાત થી અત્યાર સુધીમા વધુ બે ઇંચ જેટલો કમોશમી વરસાદ થયેલ ખેડુતો પાકને મોટુ નુકશાન થયેલ મગફળીનાં પાથરા પાણી ભરાવેને કારણે ફેઇલ થયેલ છે માલઢોરની ઘાસચારો પલળી જતા બગડી ગયેલ છે હજુ વરસાદી માહોલ યથાવત છે.
લોઢવા ગ્રા પંચાયતનાં સરપંચ અજાઇબેન વાઢેર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી તથા કૃષિમંત્રી ને એક પત્ર લખીને જણાવેલ કે લોઢવામા છેલ્લા બે દીવસ અતીભારે કમોશમી વરસાદ થતા આ વિસ્તારનાં મુખ્ય પાક મગફળી તથા સોયાબીન છે . અને પાક સપ્ટેમ્બર મહીનામા લણી કરવાનો સમય છે . અને ખેડુતો એ મગફળી તથા સોયાબીન ઉપાડી ખેતરોમા પાથરા તૈયાર હતા તેવાજ સમયે આ ધોધમાર કમોશમી વરસાદ થતા ખેડુતોને મોટુ નુકશાન થયુ છે તેમજ માલઢોરનો ઘાસચારો પણ બગડી ગયેલ છે . અને ખેડુતોને કરોડોનુ નુકશાન થયુ છે તેથી સરકાર યોગ્ય કરી ખેડુતોનાં પાકનુ નુકશાનીનુ સર્વે કરાવીને યોગ્ય વળતર આપવા મારી માંગણી છે.
