હૃદયરોગના હુમલાનો ઉપાડો; વધુ બે જિંદગી શ્ર્વાસના ધબકારા ચૂકી ગઇ

નાના મવા રોડ પર બહેનના ઘરે બેસવા ગયેલા ભાઇ અને કોઠારિયા સોલવન્ટના વૃધ્ધ ઢળી પડતા મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય…

નાના મવા રોડ પર બહેનના ઘરે બેસવા ગયેલા ભાઇ અને કોઠારિયા સોલવન્ટના વૃધ્ધ ઢળી પડતા મોત

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં કણકોટ રોડ પર એવરેસ્ટ વીલામાં રહેતાં આધેડ નાના મવા રોડ પર રહેતાં બહેનના ઘરે આટોમ બરવા ગયા હતા ત્યારે હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ થયું હતું. બીજા બનાવમાં કોઠારીયા સોલવન્ટના વૃધ્ધનું પણ હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયું હતું. આધેડ અને વૃદ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી મુજબ કણકોટ રોડ પર એવરેસ્ટ વીલા એપાર્ટમેન્ટમાં રહેતાં હસમુખભાઇ અરજણભાઇ બોડા (ઉ.વ.55) ઘરેથી બહાર આટો મારવા નીકળ્યા બાદ સાંજે નાના મવા રોડ અંકુર કર્મચારી સોસાયટીમાં રહેતાં પોતાના બહેન ચેતનાબેન પ્રવિણભાઇ તાલપરાના ઘરે બેસવા ગયા હતાં. જ્યાં એકાએક તબીયત બગડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું તબિબની તપાસમાં ખુલ્યું હતું. મૃત્યુ પામનાર હસમુખભાઇ બોડા ત્રણ ભાઇ અને બે બહેનમાં બીજા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે.

તેઓ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કોઠારીયા સોલવન્ટ હાઉસીંગ બોર્ડમાં રહેતાં નટુભાઇ રાણાજી ચૌહાણ (ઉ.વ.60) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પોસ્ટમોર્ટમ થતાં હાર્ટએટેક આવી ગયાનું તબિબને જણાયું હતું. બંને બનાવમાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂૂ સહિતે માલવીયાનગર અને થોરાળા પોલીસને જાણ કરી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *