ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સગીરના વાળ ખેંચવાની ઘટનામાં DGPને આયોગની નોટિસ

  રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં સગીરના વાળ પકડી અને ખેંચીને કાઢી લેવામાં આવ્યા હતા. આ અત્યાચારનો વીડિયો વાઇરલ થતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી…

 

રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં સગીરના વાળ પકડી અને ખેંચીને કાઢી લેવામાં આવ્યા હતા. આ અત્યાચારનો વીડિયો વાઇરલ થતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી હતી. જેમાં બે પોલીસ જવાનની બદલી કરવામાં આવી હતી.

આ ઘટનામાં હવે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે સ્વત : નોંધ લીધી છે અને રાજ્યના પોલીસ મહાનિર્દેશકને નોટીસ જાહેર કરીને બે સપ્તાહમાં વિગતવાર રીપોર્ટ આપવા સૂચના કરવામાં આવી છે. 1 સપ્ટેમ્બર, 2025ના રોજ ગુજરાતના રાજકોટ જિલ્લાના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પોલીસ કસ્ટડીમાં 17 વર્ષના છોકરા પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાના આરોપ લગાવતા એક મીડિયા રિપોર્ટની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (ગઇંછઈ), ભારતના સ્વત: નોંધ લીધી છે. 6 ઓક્ટોબર, 2025ના રોજ સોશિયલ મીડિયા પર અત્યાચારનો એક વિડિયો સામે આવ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હોવાનું કહેવાય છે.

આયોગે નોધ્યું છે કે મીડિયા રિપોર્ટની વિગતો, જો સાચી હોય તો છોકરા સામે માનવ અધિકાર ઉલ્લંઘનનો ગંભીર મુદ્દો ઉઠાવે છે. તેથી, આયોગે ગુજરાતના પોલીસ મહાનિર્દેશકને નોટિસ ફટકારી છે અને બે અઠવાડિયામાં આ બાબતે વિગતવાર અહેવાલ માંગ્યો છે.

7 ઓક્ટોબર, 2025ના રોજ પ્રકાશિત થયેલા એક મીડિયા રિપોર્ટ અનુસાર, માહિતી મુજબ, 1 સપ્ટેમ્બર 2025ની રાત્રે કિશોરને એક દિવસ પહેલા થયેલા છરી મારવાના બનાવમાં પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. સગીર અને તેના સાથીઓની અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં કિશોરને અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેમને કિશોરને સુધારણા ગૃહમાં મોકલવામાં આવ્યો હતો. લગભગ બે અઠવાડિયા પછી તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *