48 બોટલ સાથે બાબરિયા કવાર્ટરમાં રહેતા શખ્સની ધરપકડ
શહેરના જામનગર રોડ પરથી ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે 15 હજારના દારૂ સાથે બાબરીયા કવાર્ટરમાં રહેતા શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ વી.ડી.ડોડીયાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ અમીત અગ્રાવત, હેડ કોન્સ્. જયરાજસિંહ કોટીલા, પ્રદિપસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન જામનગર રોડ પર પથિકાશ્રમ વાળી શેરીમાં દારૂના જથ્થા સાથે શખ્સ ઉભો હોવાની બાતમી મળતા પોલીસે દોડી જઇ વિનય ઉર્ફે વિનું મગનભાઇ પીપળીયા (રે.બાબરીયા આવાસ કવાર્ટર)ને ઝપડી લઇ તેની પાસે રહેલા બાચકાની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂના ચપલા નં.48 (કિ.14976) મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
