મોરબીના રામ ઔર શ્યામનગરમાં બાળક સહિત નવને કૂતરાએ બચકા ભર્યા

મોરબીના રામ ઔર શ્યામનગરમાં હડકાયા શ્વાને આતંક મચાવી દીધો હતો બાળક સહીત આઠ વ્યક્તિને બચકા ભરી ઘાયલ કરતા અનેક ઘાયલોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા…

મોરબીના રામ ઔર શ્યામનગરમાં હડકાયા શ્વાને આતંક મચાવી દીધો હતો બાળક સહીત આઠ વ્યક્તિને બચકા ભરી ઘાયલ કરતા અનેક ઘાયલોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા હડકાયા શ્વાનના આતંકને કારણે સ્થાનીકોમાં ભય જોવા મળી રહ્યો છે અને ઘરની બહાર નીકળતા સ્થાનિકો થરથર ધ્રુજી રહ્યા છે.

મોરબીના નવલખી રોડ પર આવેલ રામ ઔર શ્યામનગર સોસાયટીમાં હડકાયા શ્વાને રીતસરનો આતંક મચાવ્યો હતો માસૂમ બાળક સહીત આઠ વ્યક્તિને બચકા ભરી લીધા હતા જે સમગ્ર ઘટના સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ છે સોસાયટીમાં રહેતા બાળક, વૃદ્ધા સહિતના આઠ જેટલા વ્યક્તિને શ્વાને બચકા ભરી લેતા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા હડકાયા શ્વાનના આતંકથી સ્થાનીકોમાં ભય અને ગુસ્સાની લાગણી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *