રાજકોટ શહેરમાં સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા અવાર નવાર ફ્રોડ અંગેના સેમિનાર યોજવામાં આવે છે આમ છતાં લોકો પૈસાની લાલચમાં આવી નાણાં ગુમાવતા હોવાના કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે.ત્યારે અંબીકા ટાઉનશીપમાં રહેતા અને ખાનગી કંપનીમાં ફાર્મા એમઆર તરીકે નોકરી કરતાં હાર્દિકભાઈ ભૂપેન્દ્રભાઈ ઉમરાણીયા (ઉ.વ.35)ને યુએસડીટી (ક્રિપ્ટો કરન્સી)માં રોકાણ કરી સારો નફો આપવાની લાલચ આપી વોટ્સએપમાં એક લીંક મારફતે રૂૂા. 31.54 લાખ ઓનલાઈન ખાતામાં નખાવડાવી નફો કે રકમ પરત નહીં આપી છેતરપિંડી કર્યાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.સાયબર ક્રાઈમ પોલીસે હાર્દિકભાઈની ફરિયાદ પરથી અલગ-અલગ બેન્કના ખાતા ધારકો, તેને નંબર ધારકો સામે ગુનો દાખલ કરી કોલમાં વાતચીત કરનાર વોટ્સએપ તપાસ શરૂૂ કરી છે.
હાર્દિકભાઈએ પોલીસને જણાવ્યું કે બે મહિના પહેલા તે ફોનમાં ફેસબૂકનો યુઝ કરતાં હતાં. આ સમયે જીવિકા શ્રી વાળી આઇડી પરથી તેને ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી. આ આઈડી હાલ ફેસબૂકમાં બતાવતા નથી. રીકવેસ્ટ તેણે એકસેપ્ટ કર્યા બાદ બંને વચ્ચે વાતચીત થતી હતી. આ સમયે તેણે યુએસડીટીમાં રોકાણ કરવા માટેની વાત કરી હતી. આથી તેણે આરોપીની વાતમાં આવી તેની વાત માની લીધી હતી.
ત્યારબાદ આરોપીએ વોટ્સએપમાં વાતચીત કરી હતી. એટલું જ નહીં અન્ય એક પિટર પોલવાળા સાથે સંપર્ક કરાવ્યો હતો. બંનેએ સાથે વાતચીત થતી હોય તેણે વોટ્સએપ પર ઈન્વેસ્ટ કરવા માટેની એક લીંક મોકલી હતી. જે ઓપન કરી તેણે પોતાનું નામ વગેરે નાખી એકાઉન્ટ બનાવ્યું હતું. આ લીંકમાં લોગઈન કરતાં યુએસડીટી ટ્રેડીંગના ઇન્ટરફેસ બતાવતા હતા.જેમાં પ્રથમ તેણે રૂૂા. 10 હજારનું ટ્રેડીંગ કર્યું હતું. જેમાં તેને રૂૂા.12,500નો નફો થતાં તેના બેન્ક એકાઉન્ટમાં જમા થઇ ગયા હતા.
આથી તેને વિશ્વાસ આવતાં અલગ-અલગ સમયે કટકે-કટકે રૂૂા. 31.54 લાખનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ પણ આરોપીઓએ વધુ નાણાની માગણી ચાલુ તેણે રોકાણ અને નફા સાથેના નાણા નાણા વીડ્રો કરવાનું આરોપીને કહેતા તેમણે નાણા વીડ્રો કરવા હોય તો સિક્યોરિટી વેરિફિકેશન ફી રૂૂા.15 હજાર ડોલર છે તે ભરશો પછી રકમ વીડ્રો કરી શકશો તેમ કહ્યું હતું.આથી તેણે આરોપીઓને વીડ્રો કરવા બાબતેની ટર્મ એન્ડ કમિશન્ડ પોલીસી મોકલવાનું કહેતા તે કોઈ જવાબ આપતા ન હોવાથી શંકા ગયા બાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં જાણ કરી હતી.આ મામલે ગુનો નોંધવામાં આવતા પીઆઇ પી.આર.ડોબરીયા સહિતના સ્ટાફે તપાસ શરૂૂ કરી છે.
