અજાણયા ત્રણ શખ્સો રાત્રે ઘરમાં ધૂસી શિક્ષકને માર મારી છરીની અણીએ માતાના હાથમાંથી સોનાની બગડી લૂંટી ગયા
શહેરમાં લૂંટારૂ ટોળકી ફરી સક્રીય થઇ હોય તેમ ગાયકવાડી વિસ્તારમાં મધરાત્રે લૂંટનો બનાવ સામે આવ્યો છે. સંગીત શિક્ષકના ઘરમાં લૂંટારૂ ત્રિપૂટીએ ત્રાટકી સંગીત શિક્ષક સાથે ઝપાઝપી કરી છરીની અણીએ તેના માતાએ હાથમાં પહેેરેલી રૂા.1.50 લાખની સોનાની બંગડીની લૂટ ચલાવી નાશી ગયા હતા. બનાવની જાણ થતા પ્રનગર પોલીસ ઉપરાત ક્રાઇમબ્રાન્ચની ટીમોએ દોડી જઇ સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂ ટોળકીેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.
જાણવા મળતી વિગત મુજબ જકશંન પોલીસ ચોકી પાછળ આવેલા ગાયકવાડી શેરી નં.1/10માં રહેતા સંગીત શિક્ષક દેવાશીશભાઇ નીતાઇ ચક્રવતી (ઉ.વ.48)એ પ્રનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ તેમના માતા મોનીકાબેન (ઉ.વ.80)સાથે ગાયકવાડીમાં રહે છે અને સંગીત શિખવવાનું કામ કરે છે. ગત રાત્રે 1.45 વાગ્યના અરસામાં તેઓ તથા તેમના માતા ઘરે સૂતા હતા ત્યારે ઘર પાસે કોઇકનો આવવાનો અવાજ આવતા તેમના માતા જાગી ગયા હતા.
બારીમાં જોતા અણાણયા ત્રણ શખ્સો ઘર બહાર આડા મારતા હોય જેથી તેમના માતાએ જોરજોરથી ચોર ચોર તેવી રાડો પાડતા ફરિયાદી જાગી ગયા હતા અને ઘરનો દરવાજો ખોલી બહાર જઇ કોણ છે? તેમ પૂછતાઅજાણયા ત્રણેય શખ્સો ઘરની બાજૂની ગેલેરીમાંથી તેમની પાસે આવેલા અને એક વ્યકિતએ તેમની પાસે પાણી માગતા તેમણે તમે કોણ છો તેમ પૂછતા ત્રણેય શખ્સોએ રૂમમાં ધસી જઇ તેમની સાથે ઝપાઝપી કરી ધકો મારી નીચે પછાડી દીધા હતા.
બાદમાં તેમને છાતીમાં મૂકો મારી એક શખ્સે છરી કાઢી હતી. દરમિયાન તેના માતા મોનિકાબેન છોડવવા વચ્ચે પડતા લૂંટારૂઓએ છરીના અણીએ તેમના માતાએ હાથમાં પહેરેલી સોનાની બંને બગડી જેનો વજન આશરે 20 ગ્રામ (કિં.1.50લાખ)ની લૂટ કરી ત્રણેય લૂંટારૂ ત્યાથી નાશી છૂટયા હતા. આ અંગે ફરિયાદીએ પ્રનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ જે.એન.ગમારાએ લૂંટારૂ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પ્રનગર પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ પણ આ કેસમાં ઝપલાવી સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂઓની ઓળખ મેળવવા અને તેમને ઝડપી લેવા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.
