રેલનગરનો શખ્સ ભાવનગરમાં 2.21 લાખના દારૂ સાથે ઝડપાયો, નડિયાદનો શખ્સ ભાગી ગયો

ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે વેળાએ વાવડી ગામે ઓદરકા રોડ પર શંકાસ્પદ રીતે કાર ઉભી હોય તેની પાસે જતા એક શખસ અંધારાનો લાભ…

ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે વેળાએ વાવડી ગામે ઓદરકા રોડ પર શંકાસ્પદ રીતે કાર ઉભી હોય તેની પાસે જતા એક શખસ અંધારાનો લાભ લઈ નાસી છુટ્યો હતો. જ્યારે કારનો કબજો મેળવી તલાશી લેતા તેમાં છુપાવી રખાયેલી વિદેશી દારૂૂની 201 બોટલ મળી આવતા બરામત કરી કાર સાથે રહેલા રાજકોટના શખસની અટક કરી પુછપરછ કરતા ઓદરકાના શખસને આપવા જઈ રહ્યાની કબુલાત આપી હતી.

જાણવા મળતી વિગતો અનુસાર ઘોઘા પોલીસ મથકનો સ્ટાફ ગત સાંજના પોલીસ મથક વિસ્તારમા પેટ્રોલીંગમાં હતો તે વેળાએ વાવડી ગામે ઓદરકા જવાના માર્ગ પર સ્મશાન પાસે પહોંચતા એક ટાટા હેરીયર ફોર વ્હીલ કાર શંકાસ્પદ હાલતમા ઉભેલ હોય જેથી કાર પાસે જતા એક શખસ પોલીસને નિહાળી અંધારાનો લાભ લઈ નાસી છુટ્યો હતો. જયારે કારમાં ડ્રાઈવીંગ સીટ પર બેસેલા યશરાજ મનસુખભાઈ ચૌહાણ (ઉ.વ.21 રહે. મકાન નંબર 112(બી) રેલનગર-2 શેરી-3 ભગવતી હોલ પાસે પોપટપરા, રાજકોટ) ની અટક કરી પોલીસે કારની તલાશી લેતા કાર નંબર જીજે. 01. કેવાય- 1562માં છુપાવી રખાયેલી વિદેશી દારૂૂની જુદી જુદી બ્રાંડ કાઉન્ટી ક્લબ ડીલક્ષ વ્હીસ્કી 750 એમ.એલ.ની બોટલ નંગ-60 (કિં.રૂૂ.75,000), ગ્લોબસ ગ્રીન પ્રીમીયમ વ્હીસ્કી 750 એમ.એલ.ની બોટલ નંગ-141 (કિં.રૂૂ.1,76,2500) મળી કુલ 201 બોટલ કિં.રૂૂા. 2,51,250નો મુદામાલ મળી આવતા વિદેશી દારૂૂ, કાર, એક મોબાઈલ મળી રૂૂા. રૂૂ.10,56,250નો મુદામાલ કબજે લીધો હતો. ઝડપાયેલા શખસની પુછપરછ કરતા તેની સાથે આવેલો નીલદીપસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (રહે. નડીયાદ) નાસી છુટયો હતો.

જ્યારે તેના કબજામાં રહેલો વિદેશી દારૂૂનો જથ્થો બ્રીજરાજસિંહ સુખદેવસિંહ ગોહિલ (રહે.ઓદરકા ગામ તા.ઘોઘા) ને પહોંચતો કરવાનો હોવાની કબુલાત આપી હતી. જેના પગલે ઘોઘા પોલીસે ત્રણેય શખસ સામે પ્રોહિબીશન એક્ટ તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *