વોટ ચોર, ગાદી છોડ, સહી ઝુંબેશનો કોંગ્રેસ દ્વારા પ્રારંભ

રાહુલ ગાંધી દ્વારા ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતથી થતી વોટ ચોરીને દેશભરમાં ઉઘાડી પાડવામાં આવી છે. ચૂંટણી પંચની અનેક લોકો વચ્ચે આધાર પુરાવા સાથે ઉજાગર…

રાહુલ ગાંધી દ્વારા ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતથી થતી વોટ ચોરીને દેશભરમાં ઉઘાડી પાડવામાં આવી છે. ચૂંટણી પંચની અનેક લોકો વચ્ચે આધાર પુરાવા સાથે ઉજાગર કરી છે અને વોટ ચોરીને અટકાવવાના ઉદેશથી એઆઈસીસીની સૂચના અનુસાર ગુજરાત ભરમાં તારીખ 3 થી 10 ઓક્ટોબર 2025 દરમિયાન વોટ ચોર ગાદી છોડ સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સહી ઝુંબેશ ખરા અર્થમાં લોકતંત્રને બચાવવાની ઝુંબેશ છે આથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન અને કાર્યકર્તાઓ શહેર આગેવાનો આ વોટ ચોર ગાદી છોડ સહી ઝુંબેશમાં ખૂબ જ સક્રિય રૂૂપે જોડાઈને વોટ ચોરીને ખુલ્લી પાડશે. આજથી રાજ્યભરમાં વોટ ચોરીના સંદર્ભે સહી ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ, સુપર શક્તિ સી, ગજઞઈં, યુવા કોંગ્રેસ દ્વારા રાજકોટ શહેરના ઐતિહાસિક ચોક ત્રિકોણ બાગ ખાતે સહી ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં કોંગ્રેસના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વોટ ચોર ગાદી છોડના સુત્રોચાર સાથે દેખાવો કર્યા હતા.

આ કાર્યક્રમ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો.રાજદીપસિંહજી જાડેજા અને ગુજરાત પ્રદેશ ગજઞઈંના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી રાહબરી હેઠળ બ્રિજરાજસિંહ રાણા, વૈશાલીબેન સિંદે, આદિત્યસિહ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, દીપ ભંડેરી, યાગ્નિકભાઈ ખુટ, રાજ ગધેથરીયા મયુર સાવલિયા, કુણાલ ચૌહાણ, મેહુલ ગોસ્વામી, હિમાંશુભાઈ જેઠવા, જલ્પેશભાઈ વાઘેલા, ડો.નયનાબા જાડેજા, દીપુબેન રવૈયા, ચિંતન દવે દિપ્તીબેન સોલંકી, યગ્નેશ દવે, જશુબા વાંક, કંચનબેન વાળા, જયાબેન ચૌહાણ, જયાબેન ટાક, પ્રિન્સ પટેલ સોલંકી યસ, ધવલ આહીર, યુગ પટેલ હરદીપસિંહ વાળા, અક્ષાંશ ગોસ્વામી, પેનલભાઈ વોરા, રિતેશ રબારી, જાહીર ખત્રી ચેતન તળાવીયા, યુવરાજ પરમાર, વ્રજ આંબલીયા, જોષી ધૃવિક, સોનારા અલ્પેશ, જીંજરિયા અંકિત, ચંદ્રિકાબેન વરાણીયા, શીતલ ગોહેલ, ધર્મિષ્ઠાબા જાડેજા જયશ્રીબા ઝાલા,ગીતાબેન પરમાર, મંજુબેન, ક્રિષ્નાબેન હાડા, ભાવનાબેન વાઘેલા, જલ્પેશ વાઘેલા, જયદીપ મયાત્રા, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો કાર્યકરો વિદ્યાર્થી નેતાઓ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *