વસુંધરા માર્કેટ પાસે આવાસમાં બનાવ, પુત્રના આપઘાતથી પરિવારમાં શોક
જીવવા માટે હવા, પાણી અને ખોરાક સૌથી મહત્વના છે પણ હવેના આધુનિક જમાનામાં મોબાઈલ ચોથું મહત્વનું પરિબળ બની ગયા છે. મોબાઈલ વિના જાણે લોકોની જિંદગી અધૂરી થઈ ગઈ છે. એક મિનિટ પણ લોકો મોબાઈલ વિના રહી નથી શકતા. ખાતા-પીતા, ઉઠતાં-બેસતાં, કામ કરતાં, ભણતાં, ટૂંકમાં દરેક પ્રવૃત્તિમાં લોકોને મોબાઈલ તો જોઈએ જ છે. એમાંય સોશિયલ મીડિયા આવ્યા પછી તો લોકોને જાણે મોબાઈલનું વળગણ લાગ્યું છે.
ત્યારે રાજકોટના વસુંધરા માર્કેટ પાસે આવાસમાં રહેતા 17 વર્ષના તરૂૂણને માતાએ મોબાઈલ મૂકી દેવાનું કહેતા તેમણે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ ઘટના મામલે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.આ અંગે યુનિવર્સિટી પોલીસના સ્ટાફે કાગળો કર્યા હતા.
વધુ વિગતો મુજબ,આવાસ યોજનામાં રહેતો નમન દીનેશભાઈ મહેતા નામના 17 વર્ષના તરૂૂણે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસના એએસઆઈ જયસિંહ ઝાલાએ કાગળો કર્યા હતા.મૃતક એક બહેનનો એકનો એક ભાઈ હતો અને તે ધો.10 સુધી ભણ્યો હતો.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે,નમન રોજે મોબાઈલમાં ગેમ રમતો હોય જેથી ગઈકાલે તેમના માતાએ મોબાઈલ મૂકી દેવાનું કહેતા તેમને માઠું લાગી ગયું હતું અને તેમણે આ પગલું ભરી લીધું હતું.
