શ્રીનાથજી સોસાયટીમાં બે સગા ભાઈ સહિત ત્રણ ઉપર હથોડી અને પાઈપ વડે હુમલો

એકને માથામાં હેમરેજ થતાં હાલત ગંભીર: કોન્ટ્રાકટના સમયસર પૈસા આપતો ન હોવાથી કામે જવાનું બંધ કરતાં માથાકૂટ થઈ મવડીની શ્રીનાથજી સોસાયટી શેરી નં.11માં રહેતાં અને…

એકને માથામાં હેમરેજ થતાં હાલત ગંભીર: કોન્ટ્રાકટના સમયસર પૈસા આપતો ન હોવાથી કામે જવાનું બંધ કરતાં માથાકૂટ થઈ

મવડીની શ્રીનાથજી સોસાયટી શેરી નં.11માં રહેતાં અને સેન્ટીંગનું કામ કરતાં મૂળ યુપીનું જયનાથ ચૌહાણ (ઉ.વ.24) સહિત ત્રણ ઉપર ત્રણ આરોપીઓ નાગેન્દર ચૌહાણ, તેના બે ભાઈઓ ધર્મેન્દર અને કિશને મળી પાઈપ, હથોડી અને કડા વડે હુમલો કરી ઈજા પહોંચાડયાની ફરિયાદ માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાઈ છે.
જયનાથે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે,મોટા ભાઇ હરીનાથ ચૌહાણ તથા મામાના દિકરા અંકુશ ચૌહાણ નાઓ સાથે છેલ્લા એકાદ વર્ષથી રહે છે અને સેન્ટીંગનુ મજૂરીકામ કરે છે.આરોપી નાગેન્દર તેના સહિતના મજુરોને કામે રાખતો હતો.

પરંતુ સમયસર પૈસા આપતો ન હોવાથી તેની સાથે કામ કરવાનું બંધ કર્યું હતું. જેનો ખાર રાખી ગઈ તા.27મીએ તેના બે ભાઈઓ સાથે મળી તેના ઉપરાંત તેના ભાઈ હરિનાથ અને મામાના પુત્ર અંકુશ ચૌહાણ ઉપર હુમલો કર્યો હતો.

જેમાં તેના ડાબા હાથમાં ફ્રેકચર થયું હતું. માથામાં નવેક ટાકા આવ્યા હતા. તેના ભાઈને પાંચ ટાકા આવ્યા હતા. મામાના પુત્ર અંકુશને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજા પહોંચી હતી.તેનો મામાનો પુત્ર અંકુશ હજૂ પણ સરકારી હોસ્પિટલમાં દાખલ છે.આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી પીએસઆઇ ગજેરાએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *