Connect with us

સુરેન્દ્રનગર

મોટી બહેને ભણવામાં ધ્યાન આપવા મુદ્દે ઠપકો આપતા ધો. 9ના છાત્રનો આપઘાતનો પ્રયાસ

Published

on

ચોટીલા તાલુકાના વડાળી ગામે રહેતા ધો.9 ના છાત્રને મોટી બહેને ભણવા બાબતે ઠપકો આપતા સગીરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો સગીરને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાના વડાળી ગામે રહેતા અને કમળાપુર ગામે ધો.9માં અભ્યાસ કરતા જયદીપ સેવાદાસભાઈ ગોંડલીયા નામનો 14 વર્ષનો સગીર બપોરના એકાદ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી સગીરને ઝેરી અસર થતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે નાની મોલડી પોલીસને જાણ કરતા નાની મોલડી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં જયદીપ ગોંડલીયા બે બહેનોનો એકનો એક નાનો ભાઈ છે અને ધો.9માં અભ્યાસ કરે છે જયદીપ ગોંડલીયાને તેની મોટી બહેને ભણવા મુદ્દે ઠપકો આપતા જયદીપ ગોંડલીયાને માઠુ લાગી આવતા ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે નાની મોલડી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત

લીંબડી નજીક 120 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાંથી સળિયા દેખાયા

Published

on

By

સુરેન્દ્રનગર જિલ્લામાં થતા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતા હોવાનું સતત સામે આવી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક બનેલો બ્રીજ 10 ફૂટ સુધી બેસી ગયો હતો. તો સુરેન્દ્રનગર શહેરના એકમાત્ર ઓવરબ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું સામે આવ્યું છે. આ ઓવરબ્રિજ પર 3 વર્ષમાં 8મી વખત ભ્રષ્ટાચારી વિકાસનું ગાબડું પડ્યું હતું, જેના કારણે 42 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ઓવરબ્રિજની નિર્માણ કામગીરી પર સવાલો ઉઠ્યા હતા. હવે વધુ એક બ્રિજના સળિયા અને જોઈન્ટ દેખાવા લાગ્યા છે.


સુરેન્દ્રનગર જિલ્લામાં 2 વર્ષ પહેલા લખતરથી વિઠલાપરાને જોડતા હાઈવે પર 120 કરોડથી વધુના ખર્ચે 4 લાઈન બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજમાં ઓળખથી છારદ વચ્ચે અને છારદથી બાબાજી વચ્ચેના બ્રિજ પર લગાવામાં આવેલા જોઈન્ટ અને સળિયા દેખાવા લાગ્યા છે. કોન્ટ્રાક્ટરે કરેલા ભ્રષ્ટાચારને દાબી દેવા તંત્રએ તાત્કાલિક થીડા મારી દીધા. સુરેન્દ્રનગર જિલ્લાના આ ત્રીજા બ્રિજમાં ભ્રષ્ટાચાર સામે આવતા સરકારના કરોડો રૂૂપિયાનું આંધણ થયું હોવાની ચર્ચાઓ થઈ રહી છે.

Continue Reading

ગુજરાત

સુરેન્દ્રનગરના વડોદ ડેમ નજીક હત્યાની ઘટનામાં આરોપીને આજીવન કેદની સજા

Published

on

By

2018ની સાલમાં પાઇપ લાઇન નાખવાનું કામ ચાલતું હતું ત્યારે માટી ચોરી અંગે ત્રણ શખ્સોએ ધારિયા વડે હુમલો કરતા યુવાનનું મોત નિપજ્યું હતું

વઢવાણના વડોદ ડેમ પાસે પાઈપલાઈન નાંખવાનું કામ વર્ષ 2018માં ચાલતુ હતુ. ત્યારે આ કામ માટે ખોદાણ કર્યા બાદ નીકળતી માટી એક શખ્સ ચોરી કરીને લઈ જતો હતો. આ શખ્સને માટી ચોરી કરવાની કોન્ટ્રાકટરેના પાડી હતી.


આ વાતનું મનદુ:ખ રાખી વર્ષ 2018માં બાળ આરોપી સહિત ત્રણ શખ્સોએ ધારિયા વડે હુમલો કરી 1 વ્યક્તિનું મોત નિપજાવ્યુ હતુ. જયારે 1ને ઈજા પહોંચાડી હતી. આ કેસ બુધવારે સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા કોર્ટે મુખ્ય આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.


વઢવાણ તાલુકામાં વડોદ ડેમ આવેલો છે. સૌની યોજના અંતર્ગત ડેમમાંથી પાઈપલાઈન થકી અન્ય સ્થળે પાણી પહોંચાડવા પાઈપલાઈન નાંખવાનું કામ વર્ષ 2018માં ચાલતુ હતુ. આ કામનો મુખ્ય કોન્ટ્રાકટ મુંબઈની પ્રતિભા લિ.નો હતો. જેમાં મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટર તરીકે રાજકોટની કોન્ટ્રાકટર કંપની કામ કરતી હતી. આ કંપનીના રાજકોટના જસદણ તાલુકાના પીપળીયા ગામના જયદીપભાઈ હસુભાઈ ધાંધલ અને તેમના ફઈના દિકરા ઉદયરાજ માણસીભાઈ વાળા સહિતનાઓ કામ કરતા હતા. પાઈપલાઈનના કામ માટે કરાયેલા ખોદકામમાં મોટા પ્રમાણમાં માટી નીકળતી હતી. ત્યારે વસ્તડીનો મહિપત જોરૂૂભાઈ ગોહીલ અવારનવાર માટીની સાઈટ પરથી ચોરી કરતો હતો. આથી જયદીપભાઈ સહિતનાઓએ તેને માટી ચોરવાની ના પાડી હતી.

ગત તા. 19-2-2018એ જયદીપભાઈ, ઉદયરાજભાઈ અને પંકજભાઈ મુલીયા કાર લઈને સાઈટ પર જતા હતા. ત્યારે ર બાઈક પર મહિપત જોરૂૂભાઈ ગોહીલ, પૃથ્વી ઉર્ફે પથો દશરથભાઈ ગોહીલ અને એક બાળ આરોપી આવ્યા હતા. અને બાઈક કાર આડે નાંખ્યુ હતુ. બાદમાં ત્રણેય શખ્સોએ અપશબ્દો કહ્યા હતા. જેમાં જયદીપભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ ધારીયા વડે હુમલો કર્યો હતો. જેમાં ઉદયભાઈને માથામાં ઈજા પહોંચી હતી. જયારે જયદીપભાઈને આંગળીના ભાગે ધારીયુ વાગ્યુ હતુ. આથી પંકજભાઈ સહિતનાઓ દ્વારા બન્નેને સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાતા હતા ત્યારે રસ્તામાં ઉદયભાઈનું મોત થયુ હતુ. જયારે જયદીપભાઈને સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા.

બનાવની જોરાવનગર પોલીસ મથકે બાળ આરોપી સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ હતી. આ અંગેનો કેસ બુધવારે સુરેન્દ્રનગર ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં પુરાવા, સાક્ષીઓના નીવેદન તથા સરકારી વકીલ આર.બી.રાઓલની દલીલોને ધ્યાને લઈ કોર્ટે સજા ફરમાવી હતી. જેમાં સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એલ.એસ. પીરઝાદાએ મહિપત જોરૂૂભાઈ ગોહીલને આજીવન કેદની સજા ફટકારી હતી. જયારે પૃથ્વી ઉર્ફે પથો દશરથભાઈ ગોહીલને બે વર્ષની સજા ફટકારી ન્યાય તોળ્યો છે. બાળ આરોપી સામે જુવેનાઈલ કોર્ટમાં કેસ ચાલે છે.


આ અંગે સરકારી વકીલ રાજભા રાઓલે જણાવ્યુ કે, આ કેસમાં ઉદયભાઈનું મોત થયુ હતુ. જયારે જયદીપભાઈને ઈજાઓ પહોંચી હતી. જયદીપભાઈની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. ત્યારે કેસ ચાલવા દરમિયાન પણ જયદીપભાઈએ કોર્ટ સમક્ષ આપેલી જુબાની કેસમાં મહત્વની સાબિત થઈ હતી. અને કોર્ટે મુખ્ય આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી છે.

Continue Reading

ગુજરાત

સરવેના નાટક બંધ કરી ખેડૂતોને સહાય ચૂકવો

Published

on

By

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદથી ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેમાં અનેક લોકોને મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો જેમાં વરસાદથી સૌથી વધુ નુકસાન ખેડૂતોને થયું હતું. ઘણા વિસ્તારોમાં ખેતરમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થયું.ત્યારે તાજેતરમાં સરકારે પણ જાહેરાત કરી હતી કે આ નુકસાની માટે ખેડૂતોને સહાય કરવામા આવશે.


સરકારે જાહેરાત કરી દીધી પરંતુ હજુ સુધી ખેડૂતોને પાક નુકસાનીનું વળતર મળ્યુ નથી જેથી ખેડૂતોમાં ભારે રોષ છે ત્યારે સુરેન્દ્રનગરને પૂરગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખેડૂતોએ કોંગ્રેસને સાથે રાખીને જિલ્લા કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો હતો.


સુરેન્દ્રનગરમાં 25-26 ઓગસ્ટમાં 10થી 12 ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસ્યો હતોઅને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ઘણા બધા ખેતરોમાં પાણીનો નિકાલના થવાથી હજી સુધી પાણી ભરેલા છે .ત્યારે ખેડૂતોને વરસાદથી તલ, કપાસ અને મગફળી જેવા પાકોને ભારે નુકસાન થયું હતું. ત્યારે ખેડૂતોએ ત્યાંના સ્થાનિક ધારાસભ્યને રજુવાત કરતા સર્વેની ટિમ આવેલી, પણ સર્વેની ટીમે ખેડૂતો સાથે છેતરપિંડી કરી હોય તેવા ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા. સર્વે થયાના 10 દિવસ થયા છતાં સરકાર ખેડૂતોને વળતર ચુકવશે તેવી સરકારે કોઈ જાહેરાત કરી નથી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ ખેડૂતોને સાથે રાખી સુરેન્દ્રનગરને પૂરગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આ સાથે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, સરકાર દ્વારા સર્વેના માત્ર નાટક કરવામાં આવે છે જેથી સર્વે કર્યા વગર પેકેજ જાહેર કરવામા આવે.


પાકને લણવાના સમયે ભારે વરસાદથી ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો. ત્યારે ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે, કે ઝાલાવાડને પૂરગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય આપવામાં આવે અને સરકાર પર પ્રહાર કરતા કહું, સમગ્ર દેશમાંથી ભાજપને હવે જાકારો મળી રહ્યો છે. ત્યારે ખેડૂતોનો શ્રાપ લાગશે તો હવે સરકાર જાજી ટકી શકશે નહિ.સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો તો કરે છે. તો પણ ખેડૂતોએ પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર પાસેથી સહાય તો મળતી નથી પણ રેલી કાઢી વિરોધ કરવો પડે છે.

Continue Reading
રાષ્ટ્રીય9 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય10 hours ago

દિલ્હીમાં યમુના નદીના કિનારે બનેલો બંસેરા પાર્ક 25 રીતે પ્રવાસીઓને કરે છે આકર્ષિત , જાણો તેની તમામ ખાસિયતો

આંતરરાષ્ટ્રીય10 hours ago

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

રાષ્ટ્રીય11 hours ago

યુપી-બિહારમાં વરસાદનું તાંડવ, 300 ગામડાંઓ ડૂબી ગયા: 247 શાળાઓ બંધ

રાષ્ટ્રીય11 hours ago

બિહાર NDAમાં દંગલ, જેડીયુનો 130 અને એલજેપીઆરનો 38 બેઠકનો દાવો

રાષ્ટ્રીય11 hours ago

50 વર્ષના સંશોધન બાદ નવા બ્લડ ગ્રુપ એમએએલની શોધ કરતા વૈજ્ઞાનિકો

ગુજરાત11 hours ago

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

આંતરરાષ્ટ્રીય11 hours ago

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

ક્રાઇમ11 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

રાષ્ટ્રીય11 hours ago

ભારત પોતાના લોકોને ફંડિગ દ્વારા આપણી સંસદમાં મોકલે છે, કેનેડાનો ગંભીર આરોપ

રાષ્ટ્રીય2 days ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

ગુજરાત1 day ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય2 days ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

કચ્છ2 days ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

રાષ્ટ્રીય9 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

કચ્છ1 day ago

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

ગુજરાત1 day ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

આંતરરાષ્ટ્રીય1 day ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

ગુજરાત1 day ago

રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ

ગુજરાત1 day ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

Trending