ગાંધી જયંતી દિવસે શહેરના તમામ કતલખાના બંધ રાખવા આદેશ

મહાનગર પાલિકા દ્વારા આજરોજ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામા આવ્યુ છે . જે અંતર્ગત આગામી ગુરુવારનાં રોજ આવતી ગાંધી જયંતી અને સાથો સાથ દશેરાનાં દિવસે મનપાની હદમા…

મહાનગર પાલિકા દ્વારા આજરોજ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામા આવ્યુ છે . જે અંતર્ગત આગામી ગુરુવારનાં રોજ આવતી ગાંધી જયંતી અને સાથો સાથ દશેરાનાં દિવસે મનપાની હદમા આવતા તમામ કતલખાનાઓ બંધ રાખવા આદેશ કરવામા આવ્યો છે.

મનપા દ્વારા આગામી તા. 02/10/2025 નાં રોજ ગાંધી જયંતિ નિમીતે રાજકોટ મહાનગર પાલિકાનાં વિસ્તારમા આવેલ તમામ પ્રકારનાં કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ , મટન, મચ્છી અને ચીકનનુ વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામા આવે છે.

સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જીપીએમસી એકટ-1949 ની કલમ 329 અને 336 તથા વંચાણે લીધેલ રાજકોટ મહાનગર પાલિકાનાં બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામા આવશે જેની સબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *