જામનગરમાં ચોરી કરવાના ઈરાદે નીકળેલ શખ્સ પકડાયો

જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ એક ઘડિયાળની દુકાન પાછળ એક આઝાદ બાગ પાસે એક ઇમારતમાં ચોરી કરવાનાં ઇરાદે ગેરકાયદે પ્રવેશતા શખ્સને સ્થાનિકોએ ઝડપી લેતા…

જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ એક ઘડિયાળની દુકાન પાછળ એક આઝાદ બાગ પાસે એક ઇમારતમાં ચોરી કરવાનાં ઇરાદે ગેરકાયદે પ્રવેશતા શખ્સને સ્થાનિકોએ ઝડપી લેતા ટોળું એકત્ર થયું હતું.

સ્થાનિકોએ શંકાસ્પદ શખ્સને પકડી રાખી પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસ દ્વારા શંકાસ્પદ શખ્સને પોલીસ સિટી એ ડિવિઝન પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છેકે આ પહેલા પણ 15 દિવસ પહેલા આ જ વિસ્તારમાં ચોર પકડાયો હતો જેને સ્થાનિકોએ પોલીસ હવાલે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *