શહેરમાં ઘંટશ્ર્વર પાર્ક વિસ્તારમાં આવેલા 25 વારીયામાં યુવાન પત્ની સાથે વાત કરતો હોવાની શંકાએ પાડોશીએ પાઇપ વડે માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ઘંટેશ્ર્વર પાર્ક 25 વારીયામાં રહેતા મહીપતભાઇ માધાભાઇ કાથડ (ઉ.વ.45) બપોરના સમયે પોતાના ઘરે હતો ત્યારે પાડોશી મયુરે મારી પત્ની સાથે કેમ વાત કરે છે. તેવી શંકા કરી પાઇપ વડે માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે તીરૂપતિ સોસાયટીમાં રહેતા કરમશીભાઇ બચુભાઇ બાલા (ઉ.વ.81)એ ત્રણ પુત્રી ભાગી જતા પત્ની જશુબેનને પુત્રીઓનું ધ્યાન રાખવા ઠપકો આપ્યો હતો. જેથી જશુબેન, પુત્ર કલ્પેશ, બુધા અને કાનજીએ ઝઘડો કરી કરમશીભાઇ બાલાને પાઇપ વડે મારમાર્યો હતો. વૃધ્ધને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
