જામનગરમાં ગંદા પાણી મુદે મહિલાઓ દ્વારા ચક્કાજામ

જામનગર ના સત્યમ કોલોની ,શિવમ સોસાયટી વિસ્તાર માં છેલ્લા ઘણા સમયથી રહેવાસીઓ ને પાણીની લાઈનમાં ગટરનું પાણી મિક્સ થઈ આવતા હોવા થી બાળકો યુવાનો અને…

જામનગર ના સત્યમ કોલોની ,શિવમ સોસાયટી વિસ્તાર માં છેલ્લા ઘણા સમયથી રહેવાસીઓ ને પાણીની લાઈનમાં ગટરનું પાણી મિક્સ થઈ આવતા હોવા થી બાળકો યુવાનો અને વડીલો ને રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે.આજે આ વિસ્તારની મહિલાઓએ રસ્તા લોકો આંદોલન કરીને તંત્રને કુંભકરણ ની ઊંઘ માંથી જગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરિણામે મહાનગરપાલિકા અને પોલીસની ટીમ ની દોડધામ વધી જવા પામી હતી

આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા અનેક વાર મહાનગર પાલિકા તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં સમાધાન નહીં મળતા આજ રોજ રહેવાસીઓએ સત્યમ કોલોની નજીક રસ્તો રોકી વિરોધ નોંધાવ્યો હતો. આથી થોડા સમય માટે ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાય હતી. આંગણે જાણ થતા જ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.અને સમજાવટ કરી રસ્તો ખુલ્લો કરાવવા માટે ની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *