ગોંડલના ડૈયા ગામે પ્રેમપ્રકરણમાં બઘડાટી : બેને ઈજા

યુવતીના અપહરણ કેસમાં 20 વર્ષની સજા કાપતા શખસે પેરોલ ઉપર આવી ધમાલ મચાવી હોવાની ફરિયાદ યુવતીનો ભાઈ માતા-પુત્રના વીડિયો બનાવી ઈન્સ્ટાગ્રામમાં મુકતો હોવાથી સમજાવવા જતાં…

યુવતીના અપહરણ કેસમાં 20 વર્ષની સજા કાપતા શખસે પેરોલ ઉપર આવી ધમાલ મચાવી હોવાની ફરિયાદ

યુવતીનો ભાઈ માતા-પુત્રના વીડિયો બનાવી ઈન્સ્ટાગ્રામમાં મુકતો હોવાથી સમજાવવા જતાં હુમલો કર્યાનો આરોપ

ગોંડલના ડૈયા ગામે પ્રેમ પ્રકરણમાં મારામારી થઈ હતી. જેમાં બે યુવકને ઈજા પહોંચી હતી. યુવતીના અપહરણ કેસમાં 20 વર્ષની સજા કાપતા શખ્સે પેરોલ પર આવી યુવતીના ભાઈ ઉપર તલવાર વડે હુમલો કર્યો હોવાનું ફરિયાદ નોંધાઈ છે.

જ્યારે યુવતીનો ભાઈ સજા કાપતાં શખ્સ અને તેની માતાના વિડિયો બનાવી ઈન્સ્ટાગ્રામમાં મુકતો હોવાથી સમજાવવા જતાં હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત શખ્સને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ મહુવાના ઉચાકોટડા ગામના વતની અને હાલ ગોંડલ ડૈયા ગામે ખેત મજુરી અર્થે આવેલા અજય બદુભાઈ વાસીયા નામના યુવાને મહુવાના નીચાકોટડા ગામના બટુક જીણા સાંખટ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જેમાં તેણે જણાવ્યું હતું કે બટુક સાંખટ અગાઉ અજયની બહેન રાજલનું અપહરણ કરીને લઈ ગયો હતો. જે ગુનામાં બટુક સાંખટને 20 વર્ષની સજા પડી હતી.
સજા કાપતા બટુક સાંખટ પેરોલ રજા ઉપર આવ્યા બાદ કાર લઈને અજય અને તેનો પરિવાર જ્યાં કામ કરતો હતો ત્યાં ધસી આવ્યો હતો અને તલવાર વડે હુમલો કર્યો હતો અને તેની ગાડીમાં બેસી બનાવટની પિસ્તોલ પડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જ્યારે વળતા પ્રહારમાં બટુક જીણાભાઈ સાંખટ (ઉ.33) ઉપર અજય તેના કાકા જીવણ અને બદુ સહિતના શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો.

હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સારવાર લઈ રહેલા યુવકની પ્રાથમિક પુછપરછમાં હુમલાખોર અજય, બટુક અને તેની માતાના વિડિયો બનાવી ઈન્સ્ટાગ્રામમાં મુકતો હતો જે અંગે બટુક સમજાવવા જતાં પ્રેમ પ્રકરણનો ખાર રાખી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *