વાવડીમાં વોર્ડ ઓફિસ-આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.12માં ટી.પી.સ્કીમ નં.14(વાવડી ) , એફ.પી.નં.31(એચ.)માં કુલ રૂૂ.6.92 કરોડના ખર્ચે વોર્ડ ઓફીસ તથા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાના કામનું ખાતમુહૂર્ત મંત્રી…

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.12માં ટી.પી.સ્કીમ નં.14(વાવડી ) , એફ.પી.નં.31(એચ.)માં કુલ રૂૂ.6.92 કરોડના ખર્ચે વોર્ડ ઓફીસ તથા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાના કામનું ખાતમુહૂર્ત મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ.

મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે વોર્ડ નં.12ના વિકાસમાં વધારો કરવા કુલ રૂૂ.6.92 કરોડના ખર્ચે નવું આરોગ્ય કેન્દ્ર અને નવી વોર્ડ ઓફિસનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે. આગામી દિવસોમાં આ વોર્ડમાં છાત્રો સહિતના લોકો માટે અદ્યતન લાઈબ્રેરીની સુવિધા ઉપરાંત રાજ્યના કેબિનેટ મંત્રી ના સહકાર સાથે અદ્યતન કોમ્યુનીટી હોલ અને રાજકોટ મહાનગરપાલિકાના પ્રયાસો થકી અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ બનાવવામાં આવશે. આ વોર્ડમાં નવી વોર્ડ ઓફિસ અને નવું આરોગ્ય કેન્દ્ર બનવાથી અંદાજિત 75000 લોકોને ફાયદો થશે અને ઘર આંગણે જ આરોગ્યની સુવિધા મળશે. રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે વોર્ડ નં.11 અને 12ને લાગુ પડે તે રીતે એક કોમ્યુનીટી હોલ બનાવવામાં મારા કક્ષાએથી પણ સંપૂર્ણ સહકાર આપીશ.

વિધાનસભા-71 મતવિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં 1900 કરોડથી વધુના વિકાસ કામો થયા છે અને હજુ પણ લોકોની જરરિયાત મુજબ વિકાસ કામો માટે સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા પ્રયત્નશીલ રહેશે. આ કામ અંદાજે 1830.53 ચોરસ મીટરમાં આરોગ્ય કેન્દ્ર તેમજ વોર્ડ ઓફિસ બનાવવાનાં કામે આરોગ્ય કેન્દ્રમાં આર.બી.એસ.કે. રૂૂમ, આર.એન.ટી.સી.પી. રૂૂમ, એન.એન.એમ. રૂૂમ, લેબોરેટરી રૂૂમ, નર્સીગ રૂૂમ, બાળકોનો વેકસીન રૂૂમ, મેડીકલ ઓફિસર રૂૂમ. ડોકટર રૂૂમ. કોન્ફરન્સ રૂૂમ, માં અમૃતમ કાર્ડની કામગીરી માટેનો રૂૂમ, જનરલ સ્ટોર રૂૂમ, વેકસીનેશન રૂૂમ, મેડીકલ સ્ટોર, કેસ બારી રૂૂમ, ફાર્મસી રૂૂમ, ડે કેર રૂૂમ, બેબી ફીડીંગ રૂૂમ, રેકર્ડ રૂૂમ તથા સ્ટોર રૂૂમ બનાવવામાં આવશે.

તેમજ કમ્પાઉન્ડ વોલ, સી.સી. રોડ તથા પેવર બ્લોક વર્ક. રેઇન વોટર હાર્વેસ્ટીંગ, લેડીઝ-જેન્ટસ ટોયલેટ સહિતની સુવિધાઓ તેમજ વોર્ડ ઓફિસમાં ટેકસ ઇન્સ્પેકટર રૂૂમ. એન્ટ્રન્સ ફોયર, રેકર્ડ રૂૂમ, જનરલ સ્ટોર રૂૂમ. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે રૂૂમ, સેની. ઇન્સ્પેકટર માટેનો રૂૂમ, સેની. સબ ઇન્સ્પેકટર માટેનો રૂૂમ, વોર્ડ ઓફિસર રૂૂમ, વોર્ડ એન્જીનીયર રૂૂમ, ટેકનીકલ સ્ટાફ રૂૂમ, ટેકસ કલેક્શન ઓફિસ તથા લેડીઝ-જેન્ટેસ ટોયલેટ બનાવવામાં આવશે. તેમજ કમ્પાઉન્ડ વોલ. સી.સી. રોડ તથા પેવર બ્લોક વર્ક. રેઇન વોટર હાર્વેસ્ટીગ તથા ફાયર, સી.સી.ટી.વી. અને સોલાર સિસ્ટમ સહિતની સુવિધાઓના કામનો સમાવેશ થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *