મિત્રો પાસેથી ઉછીના લીધેલા રૂપિયાની ચિંતામાં યુવાને જાત જલાવી કર્યો આપઘાતનો પ્રયાસ

શહેરમાં મોરબી રોડ ઉપર આવેલ સેટેલાઈટ ચોકમાં રહેતા યુવાને મિત્રો પાસેથી ઉછીનાં લીધેલા રૂૂ.3.50 લાખની ચિંતામાં પોતાના ઘરેથી બાઈક લઈને નીકળ્યા બાદ હડાળા ગામ પાસે…

શહેરમાં મોરબી રોડ ઉપર આવેલ સેટેલાઈટ ચોકમાં રહેતા યુવાને મિત્રો પાસેથી ઉછીનાં લીધેલા રૂૂ.3.50 લાખની ચિંતામાં પોતાના ઘરેથી બાઈક લઈને નીકળ્યા બાદ હડાળા ગામ પાસે પોતાની જાતે જવલનશીલ પ્રવાહી છાંટી કાંડી ચાંપી લીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોકમાં આવેલ રાજ રેસીડેન્સીમાં રહેતા પ્રિન્સ કિરણભાઈ ભંડેરી નામનો 21 વર્ષનો યુવાન બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં હડાળા ગામ નજીક હતો. ત્યારે પોતાની જાતે થીનર છાંટી દીવાસળી ચાપી લીધી હતી.

ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં પ્રિન્સ ભંડેરી મૂળ વાછકપર બેડી ગામનો વતની છે અને હાલ તેના માતા-પિતા સાથે રાજ રેસીડેન્સીમાં રહે છે અને ઈમીટેશનનું કામ કરે છે પ્રિન્સ ભંડેરીએ પોતાના ત્રણ મિત્રો પાસેથી રૂૂપિયા સાડા ત્રણ લાખ ઉછીનાં લીધા હતા તે રૂૂપિયાની ચિંતામાં પ્રિન્સ ભંડેરી પોતાના ઘરેથી બાઈક લઈને નીકળી ગયા બાદ હડાળા ગામ પાસે પહોંચી જાત જલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *