શાપરમાં રસ્તો ઓળંગતી પરિણીતાને બાઇક ચાલકે ઉલાળતા મોત

શાપર વેરાવળમાં આવેલ ભૂમિ ગેટ પાસે રહેતી પરિણીતા કામ જોઈને પરત ફરતી હતી તે દરમિયાન રસ્તો ક્રોસ કરતી વખતે અજાણ્યા બાઇક ચાલકે પરિણીતાને ઠોકરે ચડાવતા…

શાપર વેરાવળમાં આવેલ ભૂમિ ગેટ પાસે રહેતી પરિણીતા કામ જોઈને પરત ફરતી હતી તે દરમિયાન રસ્તો ક્રોસ કરતી વખતે અજાણ્યા બાઇક ચાલકે પરિણીતાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલી પરિણીતાનું મોત નીપજ્યું હતું. પરિણીતાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં આવેલા ભૂમિ ગેઇટ પાસે રહેતી નૈનાબેન નિલેશભાઈ ડાભી નામની 41 વર્ષની પરિણીતા બપોરના બે વાગ્યાના અરસામાં શાપર વેરાવળમાં આવેલ ચિત્રકૂટ હોટલ પાછળ ચાલીને રોડ ક્રોસ કરતી હતી ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલા બાઇક ચાલકે નૈનાબેન ડાભીને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી પરિણીતાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક પરિણીતાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે નૈનાબેન ડાભી અન્ય મહિલા સાથે કામ નક્કી કરવા ગઈ હતી અને કામ નક્કી કરી પરત ઘરે ફરતી હતી તે દરમિયાન રોડ ક્રોસ કરતી વખતે બાઈક ચાલકે ઠોકરે ચડાવતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *