Connect with us

વ્યવસાય

આ શેરમાં આવી તોફાની તેજી, હાલના ભાવ એક વર્ષમાં સૌથી ઉપર, જાણો IPOમાં રોકાણકારોને અત્યાર સુધીમાં થયું કેટલું નુકસાન

Published

on

દેશની સૌથી મોટી વીમા કંપની જીવન વીમા નિગમ (LIC)ના શેરમાં ગત કેટલાક સપ્તાહમાં તેજી જોવા મળી રહી છે. શુક્રવારે એટલે કે આજે LICના શેરે 52 સપ્તાહમાં નવો હાઈ બનાવ્યો છે. શેર 807.00 રૂપિયા પર ખુલી અને વ્યાપાર દરમ્યાન 821 રૂપિયા સુધી પહોંચી ગયો, જે એક વર્ષનો ઉચ્ચત્તમ સ્કોર છે. બપોરે 2:30 કલાકે શેર 4 %ની તેજી સાથે 796.40 રૂપિયા પર વ્યાપાર કરી રહ્યો હતો.

હકીકતમાં ગત વર્ષ LICના શેર માર્કેટમાં લિસ્ટીંગ થયા હતા, અને તે બાદ તેમના રોકાણકારોને સતત નુકસાન કરાવ્યું છે. પરંતુ હવે કેટલાક સપ્તાહથી શેરમાં તેજી જોવા મળી રહી છે. ગત એક મહિને LICનો શેર લગભગ 30 % વધી ચૂક્યો છે. જ્યારે 6 મહિનામાં લગભગ 24 %ની તેજી નોંધવામાં આવી હતી. એક વર્ષમાં 16 % ની તેજી આવી છે.

હજુ પણ IPO પ્રાઈસથી દૂર કિંમત

LICના શેરનું લિસ્ટીંગ 17 મે 2022ના થયું હતું. લિસ્ટીંગ બાદથી જ શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. LIC આઈપીઓ માટે 902-949 રૂપિયાની પ્રાઈસ બેંડ નક્કી કરવામાં આવી હતી. કંપનીનો શેર માર્કેટમાં લગભગ 9 %ના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયો હતો. LICના IPOની સાઈઝ 20,557 કરોડ રૂપિયા હતી અને તેને 2.95 ગણા સબ્સ્ક્રાઈબ મળ્યા હતા.

રાષ્ટ્રીય

શેરબજારમાં આજે જોરદાર ઉછાળો, સેન્સેક્સ રેકોર્ડ હાઈ લેવલ પર, નિફ્ટી પહેલી વખત 25600ને પાર

Published

on

By

યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં 0.50 ટકાનો ઘટાડા બાદ ભારતીય શેરબજારો મજબૂત ઉછાળા સાથે ખુલ્યા છે. આજે યુએસ ફેડના નિર્ણયની તાત્કાલિક અસર ભારતીય બજાર પર જોવા મળી રહી છે અને સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ હાઈ પર ખુલ્યા છે. બેન્ક નિફ્ટી પણ શેરબજારમાં નવી ટોચને સ્પર્શવાની નજીક છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને HDFC બેન્કે રૂ. 1711ની ઉપર આવીને વેપાર દર્શાવ્યો છે.

આજે, BSE સેન્સેક્સ 410.95 પોઈન્ટ અથવા 0.50 ટકાના વધારા સાથે 83,359.17 પર અને નિફ્ટી પણ 25600નું લેવલ ક્રોસ કરી આજે ફરી નવી સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. બેન્ક નિફ્ટી તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરે માત્ર 4 પોઈન્ટ પાછળ હતો પરંતુ તેના શેરો બજારને ભારે ઉત્સાહ આપી રહ્યા છે. ગઈકાલે આઈટી શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ આજે યુએસ ફેડરલ રિઝર્વના નિર્ણયને કારણે આઈટી શેર્સમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 29 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને માત્ર એક શેરમાં ઘટાડો છે. BSE સેન્સેક્સના શેરમાં જબરદસ્ત ઉછાળાથી રોકાણકારો ઉત્સાહિત છે. માત્ર બજાજ ફિનસર્વના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

બેન્ક નિફ્ટી 53357ની જીવનકાળની ઊંચી સપાટી ધરાવે છે અને શક્ય છે કે તે આજે જ તેની સર્વકાલીન ઊંચી સપાટીને પાર કરી શકે, કારણ કે તે માત્ર 4 પોઈન્ટથી પાછળ છે. બેંક નિફ્ટીએ શરૂઆતની મિનિટોમાં 53,353.30ની દિવસની ઊંચી સપાટી બનાવી છે. બેન્ક નિફ્ટીના તમામ શેર વધી રહ્યા છે અને HDFC બેન્ક 1 ટકાથી વધુ વધી છે. એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક આજે બેન્ક નિફ્ટીમાં ટોપ ગેઇનર છે.

હાલમાં સેન્સેક્સ 643.43 પોઈન્ટ્સ અથવા 0.78 ટકાના ઉછાળા પછી 83,591.66 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. યુનાઈટેડ સ્પિરિટ્સનો શેર આજે પણ નવી ઊંચાઈએ છે અને આંધ્ર પ્રદેશની નવી લિકર પોલિસીને મંજૂરી મળ્યા બાદ દારૂ સંબંધિત શેરમાં વધારો થવાની ધારણા છે. NSE નિફ્ટીના 50 શેરોમાંથી 44 વધી રહ્યા છે અને માત્ર 6 ઘટી રહ્યા છે. NSE નિફ્ટી હાલમાં 183.30 પોઈન્ટ અથવા 0.72 ટકાના વધારા સાથે 25,560.85 પર ટ્રેડ કરી રહ્યો છે.

Continue Reading

રાષ્ટ્રીય

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

Published

on

By

બજાજ હાઉસિંગ ફાઇનાન્સના શેરની કિંમત બુધવારે 5 ટકાથી વધુ ઘટી હતી. જ્યારે છેલ્લા બે સત્રમાં તે વધુ એક રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો. બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો શેર શરૂઆતના વેપારમાં 3 ટકાથી વધુ વધ્યો હતો અને પછી BSE પર 5.68 ટકા ઘટીને રૂ. 171.16 પ્રતિ શેરની નીચી સપાટીએ પહોંચ્યો હતો.

તાજેતરમાં લિસ્ટેડ બજાજ હાઉસિંગ ફાઇનાન્સના શેર છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં 10 ટકાના ઉપલા સર્કિટને સ્પર્શ્યા હતા. 18 સપ્ટેમ્બરના રોજ, શેર રૂ. 188.45ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જે તેની માર્કેટ કેપિટલાઇઝેશનને રૂ. 1.5 લાખ કરોડથી વધુ પર લઈ ગયો હતો.

બજાજ હાઉસિંગ ફાઇનાન્સના શેરોએ 16 સપ્ટેમ્બરે શેરબજારમાં શાનદાર શરૂઆત કરી હતી, જ્યારે શેર રૂ. 150 પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયો હતો, જે શેર દીઠ રૂ. 70ની ઇશ્યૂ કિંમત કરતાં 114 ટકાનું પ્રીમિયમ હતું.

શેર બીએસઈ અને એનએસઈ પર રૂ. 150 પર લિસ્ટ થયો હતો, જે ઈશ્યુ પ્રાઈસથી 114.28 ટકાનો ઉછાળો દર્શાવે છે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડની રૂ. 6,560 કરોડની પ્રારંભિક જાહેર ઓફર 63.60 ગણી સબ્સ્ક્રાઇબ કરવામાં આવી હતી જેમાં બિડિંગના છેલ્લા દિવસે 11 સપ્ટેમ્બરે સંસ્થાકીય ખરીદદારોની ભારે ભાગીદારી હતી.

બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના શેરે સોમવારે બજારમાં મજબૂત શરૂઆત કરી હતી અને રૂ. 70ની ઇશ્યૂ કિંમત સામે લગભગ 136 ટકાના જંગી પ્રીમિયમ સાથે બંધ થયો હતો.

Continue Reading

રાષ્ટ્રીય

બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી

Published

on

By

3 લાખ કરોડથી વધુ લીડ વાળા ઐતિહાસિક આઈપીઓમાં ઈન્વેસ્ટરોને બખાં

બજાજ હાઉસિંગ ફાઈનાન્સ આઈપીઓના રોકાણકારોના રૂૂપિયા એક જ દિવસમાં ડબલ થઇ ગયા છે. આ આઇપીઓનું બજારમાં શાનદાર લિસ્ટિંગ થયું છે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો IPO આજે શેરબજારમાં લિસ્ટ થયો હતો. લિસ્ટિંગના દિવસે જ તેણે રોકાણકારોને મોટો નફો આપ્યો છે. તેણે એક જ દિવસમાં રોકાણકારોના રૂૂપિયા ડબલ કરી દીધા છે. તે BSE અને NSE બંને પર 114.29 ટકાના પ્રીમિયમ સાથે 150 રૂૂપિયા પર લિસ્ટ થયો હતો. IPOમાં એક શેરની કિંમત 70 રૂૂપિયા હતી. આમ રોકાણકારોએ એક શેર પર 80 રૂૂપિયાનો નફો કર્યો હતો. આ બમણા કરતાં વધુ છે. લિસ્ટિંગ પછી તેમાં તેજી જોવા મળી હતી.


બજાજ ગ્રુપના આ IPOમાં કંપનીએ શેરની પ્રાઇસ બેન્ડ 66-70 રૂૂપિયા નક્કી કરી હતી. જો અપર પ્રાઇસ બેન્ડ સાથે સરખામણી કરવામાં આવે તો રોકાણકારોએ લિસ્ટિંગ સાથે પ્રત્યેક શેર પર 80 રૂૂપિયાની કમાણી કરી છે. IPOના એક લોટમાં 214 શેર સામેલ હતા. આ રીતે બજાજના આ IPOમાં સબ્સ્ક્રાઇબ કરવા માટે રોકાણકારોએ ઓછામાં ઓછા 14,980 રૂૂપિયાનું રોકાણ કરવું જરૂૂરી હતું. લિસ્ટિંગ બાદ એક લોટની કિંમત વધીને 32,100 રૂૂપિયા થઈ ગઈ છે. એટલે કે દરેક લોટ પર રોકાણકારોએ 17,120 રૂૂપિયાની કમાણી કરી છે.


આ આઈપીઓને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ આઇપીઓ 9 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી ઓપન રહ્યો હતો. 6560 કરોડનો આ ઈશ્યુ આ ત્રણ દિવસમાં 63.60 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. તેને 3 લાખ કરોડથી વધુની બિડ મળી હતી. ઈસ્યુ શરૂૂ થયાના થોડા કલાકોમાં જ તે સંપૂર્ણ રીતે સબસ્ક્રાઈબ થઈ ગયો હતો. કંપનીએ ફ્રેશ અને ઓફર ફોર સેલ બંને શેર જાહેર કર્યા હતા. કંપનીએ ઘઋજ હેઠળ 3560 કરોડ રૂૂપિયાના મૂલ્યના 50.86 નવા શેર અને 3000 કરોડ રૂૂપિયાના 42.86 શેર જાહેર કર્યા હતા.

Continue Reading
રાષ્ટ્રીય9 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય9 hours ago

દિલ્હીમાં યમુના નદીના કિનારે બનેલો બંસેરા પાર્ક 25 રીતે પ્રવાસીઓને કરે છે આકર્ષિત , જાણો તેની તમામ ખાસિયતો

આંતરરાષ્ટ્રીય10 hours ago

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

રાષ્ટ્રીય10 hours ago

યુપી-બિહારમાં વરસાદનું તાંડવ, 300 ગામડાંઓ ડૂબી ગયા: 247 શાળાઓ બંધ

રાષ્ટ્રીય10 hours ago

બિહાર NDAમાં દંગલ, જેડીયુનો 130 અને એલજેપીઆરનો 38 બેઠકનો દાવો

રાષ્ટ્રીય10 hours ago

50 વર્ષના સંશોધન બાદ નવા બ્લડ ગ્રુપ એમએએલની શોધ કરતા વૈજ્ઞાનિકો

ગુજરાત11 hours ago

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

આંતરરાષ્ટ્રીય11 hours ago

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

ક્રાઇમ11 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

રાષ્ટ્રીય11 hours ago

ભારત પોતાના લોકોને ફંડિગ દ્વારા આપણી સંસદમાં મોકલે છે, કેનેડાનો ગંભીર આરોપ

રાષ્ટ્રીય2 days ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

ગુજરાત1 day ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય2 days ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

કચ્છ2 days ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

રાષ્ટ્રીય9 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

ગુજરાત1 day ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

કચ્છ1 day ago

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

આંતરરાષ્ટ્રીય1 day ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

ગુજરાત1 day ago

રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ

ગુજરાત1 day ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

Trending