રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા ગણેશ વિસર્જન કરવા માટે જાહેરનામું બહાર પાડવામા આવેલ છે. જેમા દર્શાવેલ સ્થળોએ જ વિસર્જન કરવાનું જણાવેલ છે. જે તમામ સ્થળોએ લોકોની સલામતી જળવાઇ રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાની ફાયર ઇમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા બંદોબસ્ત રાખવામા આવેલ છે તેમજ તમામ સ્થળોએ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા સફાઈ જળવાઈ રહે તે માટે આગોતરું આયોજન કરેલ છે અને નાગરિકોને નિયુક્ત કરેલા સ્થળ ખાતે જ પૂજા – સામગ્રીનો યોગ્ય નિકાલ કરી આજુબાજુના પ્રાકૃતિક સ્થળોને ગંદકી મુક્ત રાખવા અનુરોધ કરવામાં આવે છે.
આજે તા.05/09/2025ના રોજ ગણેશ વિસર્જન સ્થળોએ સલામતીના ભાગરૂૂપે બંદોબસ્તની અને સફાઈની વ્યવસ્થા અંગે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ તમામ સ્થળોની વિઝીટ કરી હતી. ગણેશ વિસર્જન સ્થળ આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નં. 1 આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નં. 2 આજી ડેમ ઓવરફ્લો ચેક ડેમ પાળ ગામ, જખરા પીરની દરગાહ પાસે, મવડી ગામથી આગળ ન્યારાના પાટીયા પાસે, ન્યારા રોડ, ખાણમા, જામનગર રોડ બાલાજી વેફર્સની સામે, વાગુદળ પાટીયા પછીના પુલ નીચે, કાલાવડ રોડ મ્યુનિ કમિશનરે મુલાકાત લીધી હતી.
જાહેરહીત સલામતી અને સુરક્ષાના ભાગરૂૂપે અન્ય નદી, તળાવ અને ડેમ જેવા અજાણ્યા પાણીમા ગણેશ વિસર્જન ન કરવા જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે.
