ભાગીયા સહિતના પરિવારજનોએ ખેડૂત સામે લઘુતમ વેતન મેળવવા કરેલી અરજી ફગાવતી કોર્ટ

રાજકોટના ખોખડદડ ગામે વાડીના ખેત ભાગિયા સહિત પરિવારજનો વતી મજૂર અદાલતમાં ખેડૂત સામે દાખલ કરેલી લઘુતમ વેતનની માગણી કરતી અરજી અદાલતે નામંજૂર કરી છે. આ…

રાજકોટના ખોખડદડ ગામે વાડીના ખેત ભાગિયા સહિત પરિવારજનો વતી મજૂર અદાલતમાં ખેડૂત સામે દાખલ કરેલી લઘુતમ વેતનની માગણી કરતી અરજી અદાલતે નામંજૂર કરી છે. આ અંગેની હકીકત મુજબ, ખોખડદડ ગામે ખેડૂત કમલેશભાઈ લવાભાઈ વોરા સામે તેની ખેતીની જમીન વાવતા ભાગિયા વાલચંદ રત્નાભાઇ ડામોર (મૂળ રહે. અલીરાજપુર જિલ્લો, મધ્ય પ્રદેશ)એ લઘુતમ વેતનના દાવા સંદર્ભે રાજકોટ મજૂર અદાલતમાં સામેવાળા ખેડૂત વતી હાજર થયેલા એડવોકેટ અનિલ ગોગિયાએ રજૂઆતો કરી હતી કે, ખોખડદડ ગામે ખેડૂત કમલેશભાઈ લવાભાઈ વોરાભાઈ દ્વારા તેમના ખેતરમાં ત્રીજા ભાગે વાવણી કરવા માટે વાલચંદ રત્નાભાઈ ડામોર (રહે. અલીરાજપુર મધ્યપ્રદેશ)ને ભાગિયા તરીકે રાખેલ હતા, તેમાં રહેવા માટે આપેલ ઓરડીમાં તે પત્ની પુત્ર તથા પુત્રવધુ સંયુક્ત રીતે રહેતા હતા.

આ દરમ્યાન ખેત માલીક દ્વારા ભાગિયાને ખર્ચ પેટે કટકે કટકે આશરે રૂૂા. 1 લાખ રોજબરોજના ખર્ચા પેટે આપેલ જેનો ખેતમાલીક દ્વારા હિસાબ માંગતા ખેત ભાગિયા વાલચંદ ડામોર ખેતમાલિક સાથે ઝઘડો કરી કુટુંબ સાથે ખેતરની કામગીરી અધુરી છોડી ચાલ્યા ગયેલ અને બાદમાં ખેત માલીક સામે પોલીસ ફરીયાદ કરેલ અને ખેતભાગીયા વાલંચદ ડામોર જાતે તથા તેના કુટુંબના સભ્યો દ્વારા મજૂર અધિકાર મંચ અમદાવાદ મારફતે મજુર અદાલત રાજકોટ સમક્ષ તેના અને પરિવારજનોના લઘુતમ વેતનની માંગણી લાવવામાં આવી છે. જેમાં ખેત માલીક કમલેશ લવજીભાઈ વોરા લઘુતમ વેતનની કલમ 2(ઈ) મુજબ માલીક કે ઉદ્યોગની વ્યાખ્યામા આવતા નથી. તેમજ અરજદાર અને ખેતમાલીક વચ્ચે કયારેય નોકર અને માલીકના સંબધો અસ્તિત્વમાં રહેલ ન હતા. અરજદાર દ્વારા ખોટી રીતે ખેત મજુર તરીકે દર્શાવી લઘુતમ વેતનની જે માંગણી કરેલ છે તે કાયદેસર રીતે ટકવાપાત્ર નથી.

આ મતલબની રજૂઆતો અને દલીલો ધ્યાને લઈ રાજકોટ મજુર અદાલત નં. 2 ના ન્યાયાધીશ (ઓથોરીટી મિનિમમ વેજીસ એકટ) પી.આર. સુથાર એવા તારણ પર આવેલ કે ખેત ભાગીયાના પરીવારજનોએ સામાવાળા ખેતમાલીકના ખેતરમાં મજુર તરીકે કામ કરેલ હોવાનું પુરવાર થતું નથી, તેમજ ખેત ભાગિયાને ખેત માલીક દ્વારા સરકાર દ્વારા વખતોવખત નિર્ધારીત લધુતમ વેતન ચુકવણું કરેલ હોવાનું પુરવાર થાય છે, તેથી અરજદાર ખેત ભાગીયાની મિનિમમ વેજીસ એકટ 1948ની કલમ 20 અન્વયે અરજદાર અરજીમાં માગ્યા મુજબની રકમ મેળવવા હકકદાર થતા નથી તેમ ઠરાવી અરજદારની અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં ખેત માલીક તરફે એસ.બી.ગોગિયા લો-ફર્મના ધારાશાસ્ત્રીઓ અનિલ એસ.ગોગિયા, પ્રકાશ એસ. ગોગિયા (ગુજ.હાઈકોર્ટ), સીન્ધુબેન ગોગિયા તથા રોહન પી. ગોગિયા રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *