ખેરડીમાં બે પુત્રોએ બોલેરો ગાડીમાં ભાગ માગી પિતા ઉપર કર્યો હુમલો

કુવાડવાના ખેરડી ગામે રહી ખેત મજૂરી કરતાં આધેડ પાસે બે પુત્રોએ બોલેરો કારમાં ભાગ માંગી માર માર્યો હતો. હુમલામાં ઘવધાયેલા આધેડને તાત્કાલીક સારવાર માટે રાજકોટ…

કુવાડવાના ખેરડી ગામે રહી ખેત મજૂરી કરતાં આધેડ પાસે બે પુત્રોએ બોલેરો કારમાં ભાગ માંગી માર માર્યો હતો. હુમલામાં ઘવધાયેલા આધેડને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટનાં કુવાડવા નજીક આવેલા ખેરડી કનુભાઇ લીંબાસીયાની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ દાહોદના રમેશભાઇ શબુરભાઇ પરમાર (ઉ.વ.45) પર સાંજે આઠેક વાગ્યે વાંકાનેરથી આવેલા તેના બે દિકરા બળવંત અને દિલીપે હુમલો કરી મારકુટ કરી પથ્થરમારો કરી ઇજા પહોંચાડતાં લોહીલુહાણ થઇ ગયા હતાં. દેકારો થતાં આસપાસની વાડીમાંથી બીજા લોકો આવી જતાં આ બંને ભાગી ગયા હતાં. રમેશભાઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જ કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સીવીલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્ત આધેડનું નિવેદન નોંધ્યું હતું.

પ્રાથમિક પુછપરછમાં રમેશભાઇએ જણાવ્યું હતું કે હું પત્નિ સાથે વાડીમાં રહી મજુરી કરુ છું. ફેરા કરવા માટે મેં લોનથી બોલેરો લીધી છે અને તેના હપ્તા હું ભરુ છું. બંને દિકરાએ આવી આ બોલેરોમાં ભાગ માંગતા તેને ના પાડતાં ઝઘડો કરી હુમલો કર્યો હતો. આ અંગે કુવાડવા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *