મોરબી રોડ પર ટ્રેન અડફેટે યુવકનું મોત : વાલીવારસની શોધખોળ

શહેરમાં મોરબી રોડ પર ફાયર બ્રિગેડ સામે ઓવરબ્રીજ નીચે અજાણ્યો યુવાન ટ્રેન હડફેટે ચડી જતાં મોત નિપજ્યું હતું. પોલીસે યુવકના વાલીવારસની શોધખોળ હાથ ધરી બનાવ…

શહેરમાં મોરબી રોડ પર ફાયર બ્રિગેડ સામે ઓવરબ્રીજ નીચે અજાણ્યો યુવાન ટ્રેન હડફેટે ચડી જતાં મોત નિપજ્યું હતું. પોલીસે યુવકના વાલીવારસની શોધખોળ હાથ ધરી બનાવ અકસ્માતનો કે આપઘાતનો ? તે જાણવા તપાસનો દોર લંબાવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં મોરબી રોડ પર ફાયર બ્રિગેડ સામે ઓવરબ્રીજ નીચે અજાણ્યો યુવાન ટ્રેન હડફેટે ચડી જતાં મોત નિપજ્યું હતું. ઘટના અંગે જાણ થતાં બી-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે યુવકના મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. પોલીસે યુવકના વાલીવારસની શોધખોળ હાથ ધરી બનાવ અકસ્માતનો કે આપઘાતનો ? તે જાણવા તપાસનો દોર લંબાવ્યો હતો.

આ ઉપરાંત અન્ય બનાવમાં જીવરાજ પાર્કમાં પ્રૌઢા અને ગાંધીગ્રામમાં વૃધ્ધનું બેભાન હાલતમાં મોત નિપજ્યા હોવાના બનાવ સામે આવ્યા છે. જેમાં જીવરાજ પાર્ક શ્યામલ સ્કાયમાં રહેતા વર્ષાબેન કિરણભાઈ છલ્લા (ઉ.59) અને ગાંધીગ્રામમાં આવેલ શાહનગરમાં રહેતા રવજીભાઈ જેઠાભાઈ બોરીચા (ઉ.60)નું બિમારી સબબ બેભાન હાલતમાં મોત નિપજ્યું હતું. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *