જેતપુર નજીક ટેન્કર પલટી જતા લોકો હાથ આવ્યું તે વાસણ લઇ તેલ ભરી ગયા

જેતપુરમાં આવેલા ભીડભંજન રોડ પર તેલથી ભરેલું ભારે ભરખમ ટેન્કર પલટી મારી જતાં તેલ રોડ પર ઢોળાયું હતું. આથી, તેલ ભરવા માટે સ્થાનિક લોકોની પડાપડી…

જેતપુરમાં આવેલા ભીડભંજન રોડ પર તેલથી ભરેલું ભારે ભરખમ ટેન્કર પલટી મારી જતાં તેલ રોડ પર ઢોળાયું હતું. આથી, તેલ ભરવા માટે સ્થાનિક લોકોની પડાપડી જોવા મળી હતી. લોકો ડબ્બા, કેરબા સહિતની વસ્તુઓ લાવીને તેલ ભરતા જોવા મળ્યા હતા. જો કે, ઘટના અંગે જાણ થતાં જેતપુર તાલુકા પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને તેલ ભરતા લોકોને અટકાવ્યા હતા.

જેતપુર નજીક આવેલ ભીડભંજન રોડ પર એક તેલ ભરેલું ક્ધટેનર રોડની ગોળાઈમાં પલટી મારી ગયું હતું. આ ઘટનાને પગલે રસ્તા પર તેલ ઢોળાઈ ગયું હતું. જે અંગે માલૂમ થતાં સ્થાનિક લોકો તેલ ભરવા માટે દોડી આવ્યા. લોકો હાથમાં ડબ્બા, કેરબા અને અન્ય વાસણો લઈને તેલ ભરવા લાગ્યા હતા. થોડા જ સમયમાં તેલ ભરવા માટે મોટી સંખ્યામાં લોકો આવી જતાં રોડ પર ભારે ભીડ જોવા મળી હતી.

જો કે, જેતપુર તાલુકા પોલીસને આ અંગે જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોને તેલ ભરવાથી રોક્યા હતા. જેતપુર પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેલ ભરેલું ટેન્કર પલટી મારી જવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ ટેન્કરનાં ડ્રાઇવરને નાની-મોટી ઇજા થઈ હોવાની માહિતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *