કાલે મેયરના બંગલેથી ગણપતિ દાદાની વાજતે ગાજતે પધરામણી : દરરોજ પૂજન અર્ચન મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે
ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય માર્ગદર્શક પરશોતમભાઇ રૂૂપાલા, સાંસદ, રાજકોટ લોકસભા, મોહનભાઇ કુંડારીયા, પૂર્વ સાંસદ, રાજકોટ લોકસભા, ડો. ભરતભાઈ બોઘરા, ઉપાધ્યક્ષ પ્રદેશ ભાજપ, બિનાબેન આચાર્ય, મંત્રી પ્રદેશ ભાજપ, રાજકોટ શહેર સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની,, રમેશભાઇ રૂૂપાપરા, પૂર્વ પ્રમુખ શહેર ભાજપ, ભાનુબેન બાબરીયા, કેબિનેટ મંત્રી, ગુજરાત રાજય, ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય, વિ-68, ડો. દર્શિતાબેન શાહ, ધારાસભ્ય,વિ-69 રમેશભાઇ ટીલાળા, ધારાસભ્ય,વિ-70, નયનાબેન પેઢડીયા, મેયર, રાજકોટ મહાનગરપાલિકા, અશ્વિનભાઇ મોલીયા, મહામંત્રી, રાજકોટ શહેર ભાજપ, વિરેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી, રાજકોટ શહેર ભાજપ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, મુકેશભાઈ દોશી, પૂર્વ પ્રમુખ, શહેર ભાજપ, કમલેશભાઇ મિરાણી, ધનસુખભાઈ ભંડેરી, કશ્યપભાઈ શુકલ, કમલેશભાઈ જોષીપુરા, જીતુભાઈ શાહ, રાજુભાઈ ધ્રુવ, સૌરાષ્ટ્ર ભાજપ પ્રવકતા, વિક્રમભાઈ પુજારા, ચેરમેન, શિક્ષણ સમિતિ, ડો. પ્રદિપભાઇ ડવ, પૂર્વ મેયર, રાજ.મહાનગરપાલિકા, નરેન્દ્રસિંહ જાડેજા, ડે.મેયર, જયમીનભાઇ ઠાકર, સ્ટે.ચેરમેન, લીલુબેન જાદવ, શાસકપક્ષ નેતા, મનીષ રાડીયા, શાસકપક્ષ દંડકનેતા, પ્રદેશ આમંત્રિત સભ્ય રક્ષાબેન બોળીયા, માંધાતાસિંહજી જાડેજા, જીતુભાઈ મહેતા, પુષ્કરભાઇ પટેલ, પૂર્વ સ્ટે.ચેરમેન, અશ્વિનભાઇ પાંભર, કોર્પોરેટર, કેતનભાઇ પટેલ, કોર્પોરેટર, કિશોરભાઇ રાઠોડ, પૂર્વ મહામંત્રી, રાજકોટ શહેર ભાજપ, નરેન્દ્રસિંહ ઠાકુર, પૂર્વ મહામંત્રી, રાજકોટ શહેર ભાજપ, જીતુભાઇ કોઠારી, પૂર્વ મહામંત્રી, શહેર ભાજપ, મયુરભાઇ શાહ, કોષાધ્યક્ષ રાજકોટ શહેર ભાજપ, હિતેષભાઈ ઢોલરીયા, કાર્યાલયમંત્રી રાજકોટ શહેર ભાજપ, શૈષેલભાઈ દવે, સહકાર્યાલય મંત્રી રાજકોટ શહેર ભાજપના માર્ગદર્શન હેઠળ આવતીકાલે તા.27 ઓગષ્ટ એટલે કે ગણેશ ચતુર્થીના શુભ દિનથી 6 સપ્ટેમ્બર સુધી રાજકોટ શહેર ભાજપ આયોજીત ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા શહેરના કવિ રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવનાર હોય તે અંગેની પૂર્વતૈયારીઓને આખરી ઓપ અપાયો હતો, તેમજ ભાજપ અગ્રણીઓ દ્વારા સિધ્ધી વિનાયક ધામની મુલાકાત લઇને સ્થળ નિરિક્ષણ કરાયું હતું.
દુંદાળા દેવ ગણપતિની આરાધના અને ભકિતના આ પાવન શરૂૂઆત આવતીકાલ તા. 27/8 બુધવારના રોજ સવારે 10.00 કલાકે રાજકોટ શહેરના મેયરના નિવાસ સ્થાનરેસકોર્ષ રોડ ખાતેથી પૂજન-અર્ચન કરી ગણપતિજીની વર્ણાગી ઢોલ નગારા, શરણાઈ અને ડી.જે.ના તાલે રાસની રમઝટ સાથે ભકિતમય વાતાવરણમાં વાજતે-ગાજતે પ્રોસેસન સ્વરૂૂપે નીકળશે અને સિધ્ધી વિનાયક ધામ રેસકોર્ષ ખાતે બિરાજશે અને ત્યાં ઉપસ્થિત સર્વ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો, કોર્પોરેટરઓ, તમામ શ્રેણીના કાર્યકર્તાઓને તેમજ સામાજીક, રાજકીય, વેપારીક અને જ્ઞાતી તથા સમાજના અગ્રણી આગેવાનો અને મહાનુભાવોની તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગજાનન ભકતોની ઉપસ્થિતિમાં મહાઆરતી કરવામાં આવશે.
