‘અમારી શેરીમાં કેમ લઘુશંકા કરે છે’ કહી પાડોશી પરિવારનો છરીથી હુમલો : પિતા-પુત્ર સહિત 3 ઘવાયા

ઇંટ અને પથ્થરના છૂટા ઘા કરી કારનો કાચ ફોડી નાંખ્યો : મહિલા સહિત 12 સામે રાયોટિંગનો ગુનો નોંધાયો શહેરના થોરાળા વિસ્તારમાં રહેતો યુવાન શેરીમાં લઘુશંકા…

ઇંટ અને પથ્થરના છૂટા ઘા કરી કારનો કાચ ફોડી નાંખ્યો : મહિલા સહિત 12 સામે રાયોટિંગનો ગુનો નોંધાયો

શહેરના થોરાળા વિસ્તારમાં રહેતો યુવાન શેરીમાં લઘુશંકા કરતો હતો ત્યારે પાડોશીએ ‘અમારી શેરીમાં કેમ લઘુશંકા કરે છે’ તેમ કહી ઝઘડો કરી હુમલો કર્યો હતો. છરી વડે હુમલો કરી ઇટ અને પથ્થરના છૂટા ઘા કરી કારનો કાચ ફોડી નાખી તોડફોડ કરી હતી. આ હુમલામા પિતા-પુત્ર સહિત ત્રણ લોકોને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અંગે પોલીસે મહિલા સહિત 12 શખ્સો સામે હુમલા,ે તોડફોડ, રાયોટિંગ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ નવા થોરાળા મેઇન રોડ પર આંબેડકર નગર શેરી નં.1માં રહેતા અજય રાજેશભાઇ રાઠોડ(ઉ.વ29)નામના યુવાને થોરાળા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા સોનલ વિપુલભાઇ દેવીપૂજક, સુનીલ વિપુલ દેવીપૂજક, વિપુલ દેવીપૂજક, વિપુલનો બીજો દીકરો, કાગડી, ભનાબેન કાગડી, સન્ની, સન્નીની પત્ની તેજલ, સન્નીનો દીકરો, કાગડીનો મોટો દીકરો, મણીભાઇ અને કાગડીનો બીજો દીકરો સહિતના નામ આપ્યા છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.18ના રાત્રે 8 વાગ્યે તેના પિતાને ગોતવા માટે બહાર નીકળ્યો હતો ત્યારે પાછળની શેરીમાં પહોંચતા તેને લઘુશંકા લાગતા તે શેરીમાં લઘુશંકા કરવા ઉભો હતો ત્યારે ત્યા રહેતા વિપુલ દેવીપૂજકની પત્ની સોનલ અને તેનો પુત્ર સુનીલ બન્ને એ આવી ‘અમારી શેરીમાં કેમ લઘુશંકા કરે છે’ અહીં કમે આવેલ તેમ કહી ઝઘડો કરવા લાગેલ અને સુનીલ છરી કાઢી હુમલો કરવા જતા તે બચી ગયો હતો બાદમાં તમામ આરોપીઓ ભેગા થઇ જતા ફરિયાદી ત્યાથી ભાગવા લાગેલ જેથી આરોપીઓએ પાછળથી ઇટ અને પથ્થરના છૂટા ઘા કરવા લાગ્યા હતા.

ફરિયાદી પાડોશમાં રહેતા પ્રકાશભાઇની કાર પાછળ સંતાઇ જતા આરોપીઓએ પથ્થરના ઘા કરી કારનો પાછળનો કાચ તોડી નાખ્યો હતો દરમિયાન તેનો ભાઇ અને પિતા બચાવવા આવતા આરોપીઓેએ છરી અને છૂટા પથ્થરના ઘા કરી ત્રણેય ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી હતી આરોપીઓએ ‘હવે પછી તારા છોકરાઓ મળે એટલે તેમને છરીના ઘા ઝીંકી પતાવી દેવા છે’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલામાં ધવાયેલા પિતા-પુત્ર સહિત ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે થોરાળા પોલીસે હુમલો કરનાર મહિલાઓ સહિત 12 આરોપીઓ વિરૂદ્ધ રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *