કોઠારિયા રીંગ રોડ ચોકડીએ ફ્લાય ઓવર, રામવન પાસે બ્રિજ બનશે

સાંસદ મોકરિયાની રજૂઆત બાદ કેન્દ્રીય મંત્રી ગડકરીની સૂચના રાજકોટમાં ટ્રાફિક સમસ્યાની વ્યાપક ફરિયાદો વચ્ચે કોઠારીયા રીંગરોડ પરની ચોકડીએ ફલાય ઓવરબ્રિજ તથા રામવન (મીરા ઉદ્યોગ) પાસે…

સાંસદ મોકરિયાની રજૂઆત બાદ કેન્દ્રીય મંત્રી ગડકરીની સૂચના

રાજકોટમાં ટ્રાફિક સમસ્યાની વ્યાપક ફરિયાદો વચ્ચે કોઠારીયા રીંગરોડ પરની ચોકડીએ ફલાય ઓવરબ્રિજ તથા રામવન (મીરા ઉદ્યોગ) પાસે નવો બ્રિજ બનાવવા કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરીએ સબંધકર્તા અધિકારીઓને સૂચના આપી છે.

હાલમાં પાર્લામેન્ટનું ચોમાસું સત્ર ચાલુ છે. આ દરમ્યાન રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરીયાએ કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે વિભાગના મંત્રી નીતિન ગડકરીને મળીને લેખિત તથા રૂૂબરૂૂ રજૂઆત કરેલ કે રાજકોટજેતપુર નેશનલ હાઈવે પર આવેલ શાપર/વેરાવળમા થયેલ ભારે ઔધ્યોગીકરણના કારણે રાજકોટથી શાપર વચ્ચે ભારે ટ્રાફિક રહે છે જે ધ્યાને લઇ ગ્રીનલેન્ડ ચોકડીથી શાપર સુધીના સર્વિસ રોડને અપગ્રેડ કરી સિમેન્ટ રોડ બનાવવા તથા બોલબાલા માર્ગ પરની કોઠારીયા રીંગ રોડ પરની ચોકડી પર ફ્લાયઓવર બ્રીજ બનાવવા અને રામવન (મીરા ઉદ્યોગ)પાસે નવો ઓવરબ્રિજ બનાવવા રજૂઆત કરી હતી જે ધ્યાને લઈને આ કામો તુરતજ હાથ ધરવા કેન્દ્રીય મંત્રીએ સબંધકર્તા અધિકારીઓને સૂચના આપેલ છે. તેમ રામભાઇ મોકરીયાની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *