અમદાવાદ જિલ્લાના બાવળામાં એક પ્રેમ પ્રકરણમાં દુ:ખદ ઘટના સામે આવી છે. પ્રેમિકાએ સંબંધ રાખવાની ના પાડતા 27 વર્ષીય યુવકે આત્મહત્યા કરી લીધી છે. બાવળાના આશ્રિત હોટલવાળા કોમ્પ્લેક્સના ચોથા માળે પોલીસની નજર સામે ડાબા હાથની નસ કાપીને ચોથા માળેથી પડતુ મુકી જીવન ટૂંકાવ્યું હતુ ઘટનાની અમુક ક્ષણો પહેલાનો એક વિડીયો પણ વાયરલ થયો છે.
આ ઘટના 9 ઓગસ્ટ રાત્રે 2:15 વાગ્યા આસપાસ બની છે. આણંદ જિલ્લાના ધુવારણ તાલુકાના વચલાપુરા ગામનો રહેવાસી નરેન્દ્રસિંહ ઉર્ફે ગોવિંદ ડાહ્યાભાઈ સિંધા ખંભાત તાલુકાના રાલજ ગામની એક યુવતી સાથે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમમાં હતો. યુવતીએ નરેન્દ્ર સાથે પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા નિરાશ થઈને ગત 7 ઓગસ્ટથી નરેન્દ્ર ઘરબાર છોડીને બાવળા આવી ગયો હતો.
નરેન્દ્ર આત્મહત્યા કરવા માટે આશ્રિત હોટલવાળા કોમ્પ્લેક્સના ચોથા માળે ધાબા પર ચડી ગયો હોવાની જાણ પોલીસ કંટ્રોલરૂૂમને થતા બાવળા પોલીસ તરત જ ઘટના સ્થેળ પહોંચી ગઈ હતી.
ઘટના પહેલાનો વિડીયો વાયરલ થયો છે જેમાં એક પોલીસ જવાન ધાબા પર એને આત્મહત્યા ન કરવા માટે સમજાવી રહ્યો છે. આ વિડીયોમા નીચે એક યુવક ગાદલા પાથરીને ઉભેલો દેખાય છે જો કે , યુવાને ધાબા ઉપર જ ડાબા હાથની નસ કાપી કુદાવી દેતા તેનુ મોત નિપજયુ હતુ.
