સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તારીખ 04/08/2025 થી 05/08/2025 એમ કુલ 02 દિવસમાં દરમ્યાન ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરાઈ જેમાં કુલ 112 આસામીઓ પાસેથી રૂૂ 34700/-નો વહીવટી ચાર્જ વસુલ કરેલ હતો.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 04/08/2025 થી 05/08/2025 એમ કુલ 02 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા. 02 દિવસ દરમ્યાન ત્રણેય ઝોનમાંથી કુલ 112 આસામીઓ પાસેથી રૂૂ 34700/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરશ્રીની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર/ સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ હતો.
