ગોંડલ હાઇવે ઉપર રૂ. 2.71 લાખના વિદેશી દારૂ ભરેલી કાર રેઢી મળી

નંબરના આધારે કાર માલિક અને દારૂ મંગાવનાર શખ્સની શોધખોળ ગોંડલ નેશનલ હાઇવે ઉપર બી ડીવીઝન પોલીસ ને જામવાડી ચોકડી નજીક શ્રી હોટલ પાસે રુ.2,71,542 ની…

નંબરના આધારે કાર માલિક અને દારૂ મંગાવનાર શખ્સની શોધખોળ

ગોંડલ નેશનલ હાઇવે ઉપર બી ડીવીઝન પોલીસ ને જામવાડી ચોકડી નજીક શ્રી હોટલ પાસે રુ.2,71,542 ની કિંમત નો ઇંગ્લીશ દારુ ભરેલી કાર મળી આવતા ઇંગ્લીશ દારુનો જથ્થો તથા કાર મળી રુ.9,71,542 નો મુદ્દામાલ કબ્જે લઇ તપાસ હાથ ધરીછે.

પ્રાપ્ત વિગત મુજબ બી ડીવીઝન નાં ઇન્ચાર્જ પીઆઇ ગોહીલ,સ્ટાફ નાં મદનસિંહ, શક્તિસિંહ, ઓમદેવસિંહ સહિત પેટ્રોલીંગ માં હતા ત્યારે નેશનલ હાઇવે જામવાડી ચોકડી નજીક શ્રી હોટલ પાસે જીજે 09 બીએચ 3497 નંબર ની કાર શંકાસ્પદ રીતે રેઢી પડી હોય ચેક કરતા કાર માંથી ઇંગ્લીશ દારુની નાની મોટી 1103 મળી આવતા કબ્જે કરી કાર માલીક ની શોધખોળ હાથ ઘરીછે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *