ગોપાલનગરમાં બે શખ્સોએ સ્કૂલવાનમાં ધારિયાથી તોડફોડ કરી ડ્રાઇવરને ધમકી આપી

શહેરના કોઠારીયા રોડ પર આવેલા ગોપાલનગરમાં વિદ્યાર્થીઓ ભરવા માટે સ્કૂલવાન લઇને ડ્રાઇવર ગયો હતો ત્યારે બે શખ્સોએ સ્કૂલવાનમાં ધારીયાથી તોડફોડ કરી ચાલકને ધમકી આપ્યાની ફરિયાદ…

શહેરના કોઠારીયા રોડ પર આવેલા ગોપાલનગરમાં વિદ્યાર્થીઓ ભરવા માટે સ્કૂલવાન લઇને ડ્રાઇવર ગયો હતો ત્યારે બે શખ્સોએ સ્કૂલવાનમાં ધારીયાથી તોડફોડ કરી ચાલકને ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધઇ છે. સ્કૂલની વધી બાબતે ચાલતા મનદુખનો ખાર રાખી તોડફોડ કર્યાનું જણાવાયું છે.

જાણવા મળતી વિગત મુજબ ઢેબર રોડ પર શ્રમજીવી સોસાયટી શેરી નં.3માં રહેતો અને છેલ્લા દોઢક વર્ષથી સ્કૂલ વાન ચલાવતો સિદ્ધાંત ભાવેશભાઇ મકવાણા (ઉવ.28)એ ભકિતનગર પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રવિ કીશોર ચાવડીયા અને તેની સાથે આવેલો અજાણયા શખ્સનું નામ આપ્યુ છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ લક્ષ્મીનગરમાં આવેલી મોદી સ્કુલના વિદ્યાર્થીઓને તેડવા મૂકવા જાય છે. આજે સવારે છ વાગ્યાના અરસામા તે તેના શેઠ લલીતભાઇ ચાવડીયાની સ્કૂલવાન લઇને વિદ્યાર્થીઓને તેડવા જતો હતો ત્યારે ગોપાલ નંબર શેરી નં.15 પાસે વિદ્યાર્થીઓને તેડવા માટે એપાર્ટમેન્ટ નીચે ઉભો હતો ત્યારે બંને શખ્સો બાઇક લઇ ધસી આવ્યા હતા.

અને આરોપી રવિએ ધારીયા વડે સ્કૂલવાનમાં તોડફોડ કરી આગળનો કાચ તોડી નાખ્યો હતો અને આરોપીએ આજે તો ગાડીના કાચ તોડયા હવે પછી તેને જાનથી મારી નાખશી બંને નાશી છૂટયા હતા. બાદમાં તે તેના શેઠ સાગરભાઇની ઓફિસે જઇ આ બાબતની જાણ કરતા તેણે શેઠ સાથે પોલીસ સ્ટેશને આવી ફરિયાદી નોંધાવી હતી. તેના શેઠ સાગરભાઇએ અગાઉ સ્કૂલની વધી બાબતે આરોપી રવિ ચાવડીયા સાથે મનદુખ ચાલતુ હોય જેનો ખાર રાખી તોડફોડ કરી ધમકી આપી હોવાનુ જણાવતા પોલીસે બંને વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *