પાણીજન્ય રોગચાળામાં ઉછાળો: ઝાડા ઉલ્ટીના 324 નવા કેસ

ડોર ટુ ડોર તપાસ દરમિયાન ડેન્ગ્યુ-2, કમળો -3, ટાઇફોઇડ-2 અને શરદી તાવના 1790 દર્દી નોંધાયા ગુજરાત મિરર, રાજકોટ તા.21 મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ…

ડોર ટુ ડોર તપાસ દરમિયાન ડેન્ગ્યુ-2, કમળો -3, ટાઇફોઇડ-2 અને શરદી તાવના 1790 દર્દી નોંધાયા

ગુજરાત મિરર, રાજકોટ તા.21
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી દરમિયાન રોગચાળાના આંકડાઓ બહાર આવ્યા છે. જેમાં પાણી જન્ય રોગ ચાળામાં ફરી વખત ઉછાળો આવતા ઝડા ઉલ્ટીના 324 નવા કેસ નોંધાયા છે. તેમજ મચ્છર જન્ય રોગચાળાના કારણે પણ તાવ અને ડેન્ગ્યુના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે.

પાણીજન્ય અને મચ્છર જન્ય રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.14/7/2025 થી તા.20/07/2025 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 40,070 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 669 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

ડેન્યુવે રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.

આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 520 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂ લ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 88 અને કોર્મશીયલ 197 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે તથા 25 આસામીઓ પાસેથી મચ્છર ઉત્પતિ સબબ રૂૂા.13,300/- નો વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *