જો તમારે રખડતા કૂતરાઓની સેવા કરવી હોય તો તમારા ઘરમાં ખવડાવો: સુપ્રીમ કોર્ટ

રસ્તા પર કૂતરાઓને ખવડાવવાના મામલે સુપ્રીમ કોર્ટનું આકરું વલણ સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશના નોઈડામાં રખડતા કૂતરાઓને રસ્તા પર ખવડાવવાને લઈ દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ…

રસ્તા પર કૂતરાઓને ખવડાવવાના મામલે સુપ્રીમ કોર્ટનું આકરું વલણ

સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશના નોઈડામાં રખડતા કૂતરાઓને રસ્તા પર ખવડાવવાને લઈ દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે અરજદારને કહ્યું કે, જો તે કૂતરાઓની સેવા કરવા માંગે છે, તો તેણે તેમના ઘરમાં તેમના માટે શેલ્ટર બનાવવું જોઈએ અને ત્યાં તેમને ખવડાવવું જોઈએ. કોર્ટે કહ્યું કે તમે તેમને તમારા ઘરમાં કેમ નથી ખવડાવતા?

અરજદારે જણાવ્યું હતું કે, નોઈડામાં રખડતા કૂતરાઓને ખવડાવવા બદલ તેમને હેરાન કરવામાં આવી રહ્યા હતા.જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે અરજદારને પૂછ્યું કે, તે પોતાના ઘરે જાનવરોને કેમ ખવડાવી શકતો નથી. બેન્ચે કહ્યું કે, તમે તેમને તમારા ઘરે કેમ ખવડાવતા નથી? તમને કોઈ રોકી રહ્યું નથી. કોઈ મનાઈ કરી રહ્યું નથી, લોકો આ કૂતરાઓને તેમના ઘરે ખવડાવી શકે છે.

સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, શું આપણે આ ઉદાર લોકો માટે દરેક શેરી, દરેક રસ્તો ખુલ્લો છોડી દેવો જોઈએ?
કોર્ટે કહ્યું કે આ પ્રાણીઓ માટે પૂરતી જગ્યા છે પણ માણસો માટે કોઈ જગ્યા નથી. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે અલ્હાબાદ હાઈકોર્ટના માર્ચ 2025ના આદેશને પડકારતી અરજીની સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.

અરજદારના વકીલે જણાવ્યું હતું કે, વહીવટીતંત્ર તેમના ક્લાયન્ટને નિયમો મુજબ કૂતરાઓને ખવડાવવામાં અવરોધ ઉભો કરી રહ્યું છે. અરજદારે આરોપ લગાવ્યો હતો કે તેમને પશુ જન્મ નિયંત્રણ (અઇઈ) નિયમો, 2023 મુજબ સમુદાયના કૂતરાઓને ખવડાવવા બદલ હેરાન કરવામાં આવી રહ્યા છે. વકીલે કહ્યું કે નોઇડા ઓથોરિટી આવું કરી રહી નથી, જ્યારે ગ્રેટર નોઇડામાં આવું થઈ રહ્યું છે. મતલબ કે, નિયમ મુજબ, કૂતરાઓને ખોરાક આપવાનું સ્થળ નક્કી કરવાનું કામ સરકારનું છે, પરંતુ નોઇડામાં આવું થઈ રહ્યું નથી.

જજે સવાલ કર્યો કે, શું તમે સવારે સાઈકલ ચલાવવા જાવ છો આવું કરતા જુઓ શું થાય છે. અરજીકર્તાવકીલે કહ્યું કે, તે સવારે વોકિંગ માટે જાય છે અને દરરોજ કૂતરાઓનો સામનો કરે છે. જવાબમાં પીઠે કહ્યું કે, સવારે વોકિગ કરતા લોકોને પણ ખતરો રહે છે. સાઈકલ ચલાવનાર અને બાઈક પર જતા લોકોને વધારે ખતરો રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *