ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર કારચાલકે એક્ટિવા ચાલક યુવતીને ઉલાળી, કારમાંથી દારૂની બોટલ મળી

રાજકોટ શહેરમા ટાઢોળુ વાતાવરણ છતા રાત્રીનાં સમયે દારૂ ઢીંચીને નીકળતા શખસો દ્વારા અવાર નવાર અકસ્માત સર્જવામા આવે છે. ત્યારે ગઇકાલે યુનિવર્સીટી રોડ પર ગંગોત્રી પાર્ક…

રાજકોટ શહેરમા ટાઢોળુ વાતાવરણ છતા રાત્રીનાં સમયે દારૂ ઢીંચીને નીકળતા શખસો દ્વારા અવાર નવાર અકસ્માત સર્જવામા આવે છે. ત્યારે ગઇકાલે યુનિવર્સીટી રોડ પર ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર કારનાં ચાલકે એકટીવા ચાલક મહીલાને પાછળથી ટકકર મારી અકસ્માત સર્જયો હતો. અને માથાકુટ થયાનો કોલ કંટ્રોલ રૂમમા આવતા આ ઘટનામા યુનિવર્સીટી પોલીસ મથકની પીસીઆર વાન તુરત ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને અકસ્માતની ઘટનામા એકટીવા ચાલક યુવતીને કપાળનાં ભાગે ઇજા પહોંચી હતી. તેમજ આ મામલે ફરીયાદ કરવા માટે યુવતીનાં પિતા અને પોતે પોલીસ મથકે પહોચ્યા હતા.

તેમજ અકસ્માત સર્જનાર કારની તલાસી લેતા તેમાથી એક દારૂની બોટલ મળી આવી હતી જેથી કાર ચાલક સામે પ્રોહીએકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરુ કરી છે. ગઇકાલે રાત્રીનાં સમયે કંટ્રોલ રુમમા એક જાગૃત નાગરીકે કોલ કરી માહીતી આપી હતી ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર એક શખસ ઝઘડો કરે છે. જેથી યુનિવર્સીટી પોલીસ સ્ટેશનની પીસીઆર વાન તુરત ઘટના સ્થળે પહોંચી ગઇ હતી .

સ્થળ પર જોતા એકટીવા ચાલક પુજાબેન સંઘાણીને કપાળનાં ભાગે ઇજા પહોંચી હતી. અને અકસ્માત સર્જનાર કાર ત્યા રેઢી મુકી ચાલક ભાગી ગયો હતો. આ ઘટનામા પુજાબેનનાં પિતા જયેશભાઇ સંઘાણી પણ ઘટનાં સ્થળે પહોચી ગયા હતા.ત્ત્યારબાદ આ ઘટનામા કાર ચાલક વિરુધ્ધ ફરીયાદ કરી હોય જેથી પુજાબેનનાં પિતા અને પુજા બહેન પોલીસે પહોચ્યા હતા. અને પુજા બહેનનાં ભાઇ યુવજરાભાઇ પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા તેમજ આ કારને પોલીસ મથકે લઇ જઇ વીડીયો શુટીંગ કરી તલાસી લેતા કારમાથી એક દારૂની બોટલ મળી આવી હતી. આ મામલે પોલીસે પ લાખ રૂપીયાની કાર કબજે લઇ ચાલક વિરુધ્ધ ગુનો નોંધી પકડી પાડવા તપાસ શરુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *