સાંઢિયાપુલ નજીક રેઢી પડેલી કારમાંથી ઈંગ્લિશ દારૂ ઝડપાયો : ચાલક ફરાર

જામનગરમાં સાંઢિયા પુલ નજીક કોપર સીટી વિસ્તારમાં એલસીબી ની ટુકડી દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, અને એક કારમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી થઈ રહી છે, તેવી…

જામનગરમાં સાંઢિયા પુલ નજીક કોપર સીટી વિસ્તારમાં એલસીબી ની ટુકડી દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, અને એક કારમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી થઈ રહી છે, તેવી બાતમી ના આધારે તે વિસ્તારમાં પડેલી જી.જે. -3 એફ.કે. 9982 નંબરની રેઢી પડેલી કારની તલાસી લેતાં તેની અંદર થી 60 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી મળી આવી હતી.

એલસીબી ની ટુકડીએ રૂૂપિયા 40,452 ની કિંમત નો ઇંગલિશ દારૂૂ તથા ત્રણ લાખ રૂૂપિયાની કાર સહિતની માલમતા કબજે કરી લીધી છે, જયારે કાર રેઢી મૂકીને ભાગી છૂટનાર કારચાલક ને ફરારી જાહેર કર્યો છે, અને વાહનના રજીસ્ટ્રેશન નંબર ના આધારે તેની શોધખોળ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *