જેતપુરના લેન્ડ ગ્રેબીંગના તેમજ બળજબરીથી રૂૂપિયા કઢાવવાના બે ગંભીર ગુન્હાઓમાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ કુખ્યાત શખ્સને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લીધો હતો.
મળતી વિગતો મુજબ જેતપુરના ગુજરાતીની વાડી શ્રી પાર્કમાં રહેતા છેલ્લા બે વર્ષથી વોન્ટેડ નઝીમ હબીબભાઇ પલેજા (ઉ.વ.36)ને રાજકોટ ગ્રામ્ય એલસીબી ની ટીમે ગોંડલ તાલુકા ની રીબડા ચોકડી પાસેથી પકડી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપ્યો હતો. પકડાયેલા નઝીમ સામે બે ગુના નોંધાયેલ હતા. જેમાં ગઇ તા.24/08/2023 ના રોજ રાજકોટના યુસુફભાઇ અલ્લારખાભાઇ દલવાણીએ નોંધાવેલી ફરિયાદ માં જેતપુર મુકામે ધોરાજી રોડ ઉપર આવેલ હાજી દાઉદ હોસ્પિટલ મેદાનમાં આવેલ આશરે 300 વાર જમીન ઉપર મીલકત પચાવી પાડવાના ઇરાદે રૂૂમ બનાવી નઝીમે કબ્જો કરી કરેલ હોય જે બાબતે નઝીમ હબીબભાઇ પલેજા સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમા તે આજદિન સુધી નાસતો ફરતો હતો.તેમજ ગઇ તા.16/03/2024 ના રોજ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં જેતપુરના છાયાબેન કીશોરભાઇ બાટવીયાએ નઝીમ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં નઝીમે તેમના મકાનમાં ઘુસી આંતજ મચાવી ખોટા આક્ષેપો કરી ધાક ધમકી આપી બળજબરીથી પૈસા કઢાવવા માટે કાવતરૂૂ રચી ગુન્હો કરેલ ની ફરીયાદ ત્રણ આરોપીઓ વીરૂૂધ્ધ નોંધાઇ હોય આ ગુન્હો દાખલ કરાવેલ હોય જેમાં તપાસ દરમ્યાન નઝીમ હબીબભાઇ પલેજાનુ નામ ખુલેલ હોય જે બન્ને ગંભીર ગુન્હામાં તે વોન્ટેડ હતો. આ મામલે ગ્રામ્ય એલસીબી એ જરૂૂરી કાર્યવાહી કરી હતી.
રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિહની સુચના અનુશંધાને આજરોજ એલ.સી.બી.શાખાના પી.આઈ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહીલ તથા એ.એસ.આઇ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી , અમીતસીંહ જાડેજા તથા ઇન્દ્રસીંહ જાડેજા, જયવિરસિંહ રાણા , અનીલભાઇ ગુજરાતી ,ભગીરથસિહ જાડેજા , મનોજભાઇ બાયલ, મહીપાલસિહ ચુડાસમાએ કામગીરી કરી હતી.
