મોરબીમાં ઈટાલિયા જીતે તો પોતે રાજીનામુ આપી દેશે
મોરબી – માળીયા મિયાણના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ ગોપાલ ઇટાલિયાને આપેલી ચેલેન્જ બાદ રાજકીય ઘમાસાણ સર્જાયું છે ત્યારે હવે બે બળીયાના આ રાજકીય યુધ્ધમાં વાંકાનેરના આખા બોલા ધારાસભ્ય જીતુ સોમાણીએ પણ ઝંપલાવી જો ગોપાલ ઈટાલીયા મોરબીથી ચૂંટણી જીતી બતાવે તો હું પણ રાજીનામુ ધરી દઈશ તેવી ચેલેન્જ આપી છે. વાંકાનેર-કુવાડવા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ શુક્રવારે એક વિડીયો જાહેર કરી કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઈટાલીયા વચ્ચે જામેલા રાજીનામાના પડકારમાં જોરદાર ઝંપલાવ્યું છે. અમારા કાંતિલાલ ભલે અંગુઠા છાપ હોય પણ તમે વિસાવદરથી રાજીનામુ આપી મોરબીથી ચૂંટણી લડીને જીતી બતાવો તો હું પણ વાંકાનેર બેઠક ઉપરથી રાજીનામુ આપી દઈશ.
