લાઈટ હાઉસ કવાર્ટરમાં રહેતા આધેડનો આર્થિક ભીંસથી કંટાળી આપઘાતનો પ્રયાસ

રૈયાધાર પાસે આવેલા લાઈટ હાઉસ ક્વાર્ટરમાં રહેતા આધેડે રેસકોર્સ ગાર્ડનમાં ઊંઘની વધુ પડતી દવા પી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.તેઓ લાઈટ…

રૈયાધાર પાસે આવેલા લાઈટ હાઉસ ક્વાર્ટરમાં રહેતા આધેડે રેસકોર્સ ગાર્ડનમાં ઊંઘની વધુ પડતી દવા પી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.તેઓ લાઈટ હાઉસ ના પ્રમુખ હોવાનું જાણવા મળ્યું છે.

વધુ વિગતો મુજબ, રૈયાધાર પાસે આવેલા લાઈટ હાઉસ ક્વાર્ટર માં રહેતા જયેશભાઈ શાંતિભાઈ સોની નામના 45 વર્ષના આદેડે ગઈકાલે બપોરના 12 વાગ્યે ઊંઘની વધુ પડતી દવા પી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

તેઓ કાલાવડ રોડ ગર્લ્સ હોસ્ટેલમાં રસોઈ બનાવે છે અને લાઈટ હાઉસના પ્રમુખ પણ છે.તેઓએ આર્થિક ભીંસને કારણે આ પગલું ભર્યું હતું.તેમને સંતાનમાં બે દિકરી છે.આ મામલે પ્ર. નગર પોલીસે વધુ તપાસ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *