શિવનગરમાં જુગારનો દરોડો : જમીન-મકાનના દલાલ સહિત છ ઝડપાયા

ગોંડલ રોડ શિવનગર શેરી.4 ખાતે આવેલા માતૃછાયા નામના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે માલવીયા નગર પોલીસના હેડકોન્સ્ટેબલ ચિત્રકેતુસિંહ ઝાલા અને સ્ટાફે દરોડો પાડી છ…

ગોંડલ રોડ શિવનગર શેરી.4 ખાતે આવેલા માતૃછાયા નામના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે માલવીયા નગર પોલીસના હેડકોન્સ્ટેબલ ચિત્રકેતુસિંહ ઝાલા અને સ્ટાફે દરોડો પાડી છ શખ્સોને ઝડપી લઇ 23 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

માલવીયાનગર પોલીસના સ્ટાફે બાતમીને આધારે જુગાર રમતા મનહરસિંહ નટવરસિંહ રાઠોડ ધંધો-નિવૃત, રહે. શીવનગર શેરી નં 04, માતૃ છાયા મકાન, દોશી હોસ્પીટલ મેઇન રોડ, ગોંડલ રોડ રાજકોટ (2) સહદેવસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ધંધો-જમીન-મકાનનો વેપાર, રહે.જુની પૈપયા વાડી શેરી નં 02, સંત કૃપા મકાન, દોશી હોસ્પીટલની સામે, ગોંડલ રોડ રાજકોટ (3) કરીમભાઇ મનજીભાઇ સુરાણી રહે.- નવલનગર શેરી નં 09, આર.સી.એમ.સી. ક્વાર્ટર બ્લોક નંબર 04, ક્વાર્ટર નં 1915, અંકુર મેઇન રોડ રાજકોટ (4) રમેશભાઇ વાઘજીભાઇ ગૌસ્વામી, રહે.- ન્યુ આકાશ દિપ સોસાયટી શેરી નં 05,મવડી ચોકડી પાસે, 150 ફુટ રીંગ રોડ રાજકોટ (5) સુધીરભાઇ ભુપતભાઇ તેરૈયા,ધંધો-ડ્રાઇવીંગ રહે.બજરંગ વાડી પુનીત નગર શેરી નં 04, ચામુંડા ભુવન મકાન જામનગર રોડ રાજકોટ અને જયંતીભાઇ ચંદુભાઇ સોલંકી, ઉ.વ.-42, ધંધો-ડ્રાઇવીંગ (રહે.ગીતાનગર શેરી નં 08, મધુવન મકાન દોશી હોસ્પીટલની બાજુમા ગોંડલ રોડ રાજકોટ)ને ઝડપી લઇ 23 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *